________________
શ્રી કેવળીપ્રભુનો સાથ
કે, આવો વિવેક ધારણ કરી જે સત્ય પક્ષને, રાગદ્વેષ ત્યાગના પક્ષને ગ્રહણ કરે છે તે ફરીથી તેની જાળમાં આવતો નથી; પરંતુ તે સાચો તત્ત્વજ્ઞાની બની શ્રી મુનિસુવ્રત સ્વામીની કૃપાથી આનંદઘનપદ મોક્ષનો અનુભવ કરે છે. આ પ્રકારે જે જીવ રાગદ્વેષ રહિત થઈ નિર્વિકલ્પ સમાધિમાં જાય છે તે જીવ ફરીથી રાગદ્વેષાદિના પાશમાં ફસાતો નથી. રાગદ્વેષ રહિત થવું એ જ સાચું વ્રત છે, અન્ય સર્વ વિચારો, વર્ણનો આદિ શાસ્ત્રોનો વિસ્તાર જ છે, તે જાળરૂપ છે. આથી શ્રી મુનિસુવ્રત સ્વામીની કૃપા થાય તો જીવ સત્યવ્રત ધારણ કરી ક્ષપક શ્રેણિ માંડી શકે, જેમાં રાગદ્વેષ અને કષાયાદિનો સંપૂર્ણ ક્ષય થાય છે.
આ સ્તવનમાં અને ખાસ કરીને છેલ્લી કડીમાં જીવને વ્યવહારનયમાંથી નીકળી નિશ્ચયનયમાં આવવાનું આમંત્રણ મળે છે. તેના અવલંબનથી જીવ ક્ષેપક શ્રેણિ માંડવા માટેની પાત્રતા તૈયાર કરતો જાય છે.
—
વિચારીએ તો જણાય છે કે કેવળજ્ઞાન લેવા માટે કેવળીગમ્ય પ્રદેશો અશુધ્ધ પ્રદેશો ઉ૫૨ અવર્ણનીય ઉપકાર કરે છે. તેઓએ જે પ્રભુદત્ત કલ્યાણનાં ૫૨માણુઓ ગ્રહણ કર્યાં છે તેને અશુદ્ધ પ્રદેશોની પાત્રતા થવાથી દાનરૂપે ભેટ આપે છે. મળેલા દાનની સહાયથી તે પ્રદેશો તત્ત્વસારરૂપ રાગદ્વેષથી છૂટવાનો પુરુષાર્થ કરી શકે છે. આમ સત્યવ્રત ગ્રહણ કરી, સર્વ અશુદ્ધ પ્રદેશો શુધ્ધ થવા માટેનો ભવ્ય પુરુષાર્થ કરવા ભાગ્યશાળી થાય છે.
જીવ જેમ જેમ રાગદ્વેષ રહિત થતો જાય છે, તેમ તેમ તેને ધર્મનું મંગલપણું અનુભવાય છે. અને તત્ત્વની સાચી સમજ મળે છે. તત્ત્વની સાચી સમજણમાં જીવ ધર્મનાં સનાતનપણાનો અનુભવ કરે છે.
તે માટે ઊભા કર જોડી, જિનવર આગળ કહીએ રે,
સમયચરણ સેવા શુધ્ધ દેજો, જિમ આનંદઘન લહિયે, ષટ (૨૧)
૨૨૫