________________
કેવળી પ્રભુનો સાથ
તેઓ અઢારે દૂષણોના ત્યાગી થતા જાય છે. અને એ રીતે તેઓ વિશ્રાંતિ આપનાર કેવળીગમ્ય પ્રદેશોની સર્વોપરિતા સ્વીકારી રુચક પ્રદેશ જેવા શુદ્ધ થવાનો પુરુષાર્થ વધારે છે.
જીવનાં અશુધ્ધ પ્રદેશો, કેવળીગમ્ય પ્રદેશોની પ્રેરણાથી જેમ જેમ દૂષણો ત્યાગતા જાય છે તેમ તેમ તેમને ધર્મનું મંગલપણું અનુભવાય છે, આથી તેઓ પોતાના કેવળીગમ્ય પ્રદેશોની આણમાં પ્રવર્તી ધર્મનાં સનાતનપણાને સ્વીકારતા જાય છે. આ રીતે મનને શાંત અને શાંત કરતા જવાથી, પ્રભુના ગુણગાન કરતાં કરતાં તેમની જ કૃપાથી સર્વજ્ઞપણાની પ્રાપ્તિ થાય છે.
જેણે વિવેકધરી એ પખ રહિયો, તે તત્ત્વજ્ઞાની કહીએ, શ્રી મુનિસુવ્રત કૃપા કરો તો,
આનંદઘન પદ લહિયે. શ્રી મુનિ (૨૦) આત્મદશામાં આગળ વધ્યા પછી પૂર્ણતા મેળવવા માટે જીવે બધા નયથી આત્માને સમજવાની અને ઓળખવાની જરૂર પડે છે, માત્ર એક જ નયથી સ્વરૂપને ઓળખવાથી પૂર્ણ થવાતું નથી. તેથી વીસમા શ્રી મુનિસુવ્રત જિન સ્તવનમાં શ્રી આનંદઘનજી મહારાજ જીવ વતી પ્રશ્ન કરે છે કે, “મારે આત્મતત્ત્વને કેવી રીતે સમજવું? કેમકે આત્માને યથાર્થ રૂપે જાણ્યા વિના શુદ્ધ આત્મસમાધિ આવી શકતી નથી'. આમ જણાવી આત્મા વિશેની જગતમાં પ્રવર્તતી જુદી જુદી માન્યતા વર્ણવી, આત્માની સ્પષ્ટતા થવામાં જે મુશ્કેલીઓ નડે છે તેનું ચિત્ર આપ્યું છે. અને તેનું સમાધાન માગ્યું છે. સમાધાન માટે શ્રી પ્રભુ જણાવે છે કે તમે બધા જ પક્ષપાત છોડી, રાગદ્વેષ મોહ રહિત જે આત્મા છે તેની લગની લગાડો, અને તેમાં એકાગ્ર થઈ જાઓ તો આત્મા શુદ્ધ થશે અને ફરીથી રાગદ્વેષ કે મોહની જાળમાં ફસાશે નહિ. શ્રી પ્રભુ તરફથી આ સમજણ મળતાં આ સ્તવનની છેલ્લી કડીમાં શ્રી આનંદઘન સ્વામી કહે છે
૨૨૪