________________
શ્રી કેવળ પ્રભુનો સાથ
આત્મદશામાં જીવ જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ પ્રભુના ઉત્તમ ગુણોનો તેનો પરિચય વધતો જાય છે, અને પોતામાં પણ આવા ગુણો પ્રગટી શકે, જો યથાર્થ પુરુષાર્થ કરવામાં આવે તો, એવો તેનો વિશ્વાસ પણ વધતો જાય છે. અનાદિકાળથી જે અવગુણો જીવને સંસારમાં ભમાવી રહ્યા છે, તે અવગુણોને પોતાના આત્મામાંથી સંપૂર્ણપણે દૂર કરી, સગુણોની અપૂર્વ સ્થાપના કરી, કેવું અપૂર્વ આત્મસ્વરૂપ પ્રભુએ પ્રગટ કર્યું છે તેની સમજણ જીવમાં વધતી જાય છે. વળી, તે માર્ગની ખૂબીઓ જાણી, આરાધક જીવ પણ પોતાનાં અઢારે દૂષણોનો ત્યાગ કરતાં કરતાં પૂર્ણ સ્વરૂપ પ્રગટાવી, આનંદઘનપદ પ્રાપ્ત કરે છે. આવી મતલબની વાત કરી, શ્રી આનંદઘનજી મહારાજ આ સ્તવનની છેલ્લી કડીમાં પ્રભુમાં એકરૂપ થવાના ભાવ ઉલ્લસે એવી રીતે જણાવે છે કે, ભગવાન અઢારે. દૂષણોથી રહિત થયા છે તે પરીક્ષા કરી, મનને અપાર શાંતિ આપે એવા ઉચ્ચ ગુણોના ભંડારરૂપ જિનેશ્વર પ્રભુના ગુણોનું ગાન જે જીવો કરે છે, તે જીવો તે દયાળુ પ્રભુની અમીદષ્ટિ પામી મોક્ષપદને પ્રાપ્ત કરે છે.
અહીં ગુણોનું ગાન કરવું એટલે એ ગુણોમાં એકરૂપ થતાં જવું, અર્થાત્ પોતાનાં ગુણો ક્રમે ક્રમે વધારતા જવા. પ્રભુના ઉત્તમ ગુણોનો પરિચય જીવને જેમ જેમ મળતો જાય છે તેમ તેમ તેની પ્રાપ્તિ કરવા જીવ સહજતાએ પ્રભુની આજ્ઞામાં રહેવા, પ્રભુની ઇચ્છા પ્રમાણે વર્તવાની ઇચ્છા કરી દોરાતો જાય છે. આમ તે જીવ સ્વેચ્છાએ પ્રભુની ઇચ્છાનુસાર વર્તા, પોતાના આત્મગુણો ખીલવતો જાય છે.
આવું જ કાર્ય જીવના અશુદ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોની ઓળખ પામ્યા પછી કરતા થાય છે. તેઓ કેવળીગમ્ય પ્રદેશો પાસેથી માર્ગદર્શન લઈ પોતાની અશુદ્ધિ ઘટાડતા જાય છે. પરિણામે તે જીવ ચારિત્રની ખીલવણી કરી સાતમા ગુણસ્થાનમાં વિકાસ કરે છે. તે પ્રદેશો ચારિત્રની શુદ્ધિ કરતાં કરતાં રાગદ્વેષ, અવિરતિ, વેદોદય આદિથી મુક્ત થતા જઈ વીતરાગ પરિણતિ અને નિષ્કામતા વધારતા જાય છે. સહુને અભયદાન આપી શકે એવી સમર્થતા મેળવવા માટે
૨ ૨૩