________________
ઉપસંહાર
આકૃતિ; અંતરાય કર્મને અંતરાય ગુણમાં પલટાવવાની રીત; શ્રી અરિહંતપ્રભુ પણ પંચપરમેષ્ટિની આજ્ઞામાં વર્તે છે; ૐનું મહાભ્ય; પંચપરમેષ્ટિ પ્રભુનું સિદ્ધભૂમિમાં સ્થાન; સિદ્ધભૂમિની રચના; શ્રી ગણધરપ્રભુ તેમનાં જ્ઞાનનો ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરે છે; ધર્મનું અધર્મ ઉપરનું વર્ચસ્વ; આચાર્યજીની વર્તન તથા ચારિત્ર; આજ્ઞામાર્ગમાં ચાલવા માટે પ્રાર્થના, ક્ષમાપના, મંત્રસ્મરણ, વિનય તથા આભારની જરૂરત; શ્રી ઉપાધ્યાયજીના પુરુષાર્થની લાક્ષણિકતા; સાધુસાધ્વીજીનો બહ્મરસ સમાધિ મેળવવામાં ફાળો; પાંચ પરમેષ્ટિનો સમાધિ મેળવવામાં સમૂહગત ફાળો; સમકિતનાં લક્ષણો શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા પ્રત્યેક પરમેષ્ટિની અપેક્ષાએ; સાધુસાધ્વીનું પંચામૃત; ઉપાધ્યાયજીનું પંચામૃત; અન્ય પરમેષ્ટિનાં પંચામૃત; ૐની આકૃતિની રચનાનું રહસ્ય વગેરે. આમ ઈ.સ.૨૦૦૭ના એપ્રિલ માસમાં ઈ.સ.૨૦૦૯નાં પર્યુષણ સુધીનું લખાણ પૂરું થયું હતું. અને ૨૦૧૦નાં પર્યુષણ ‘શ્રી કેવળ પ્રભુનો સાથ’ માટેનાં સૂચના કે ટાંચણ લગભગ નહિવત્ હતાં. આથી ૨૦૦૭નું લગભગ આખું વર્ષ ગ્રંથનાં પ્રકરણો તૈયાર કરવામાં પસાર થયું. ૨૦૦૭ના અંતભાગથી પર્યુષણનાં વિષય માટેનાં ટાંચણો શરૂ થયાં અને વધવા લાગ્યાં. ૨૦૦૮ની શરૂઆતમાં ગ્રંથના ચોથા ભાગનું લખાણ લગભગ તૈયાર થઈ ગયું હોવાથી ગ્રંથના અંતિમ પ્રકરણ અને ૨૦૧૦નાં પર્યુષણની તૈયારી કરવામાં પ્રભુએ મારું ધ્યાન કેંદ્રિત કરાવ્યું.
આ વિષય વિશે છૂટીછવાઈ સમજણ આવવા લાગી, સામાન્ય નોંધ થતી ગઈ. અને ૨૦૦૮ના મે મહિનાથી વ્યવસ્થિત લખાણ શરૂ કર્યું. જુદા જુદા દૃષ્ટિકોણથી પૂર્વે વિચારેલા ઘણા મુદ્દાઓને નવા મુદ્દા સાથે સાંકળી લેવાનો મારો પુરુષાર્થ હતો. તેમાં ચિ.નેહલનો સાથ પણ મોટી માત્રામાં હતો. આ પ્રકરણનું - ૨૦૧૦માં પર્યુષણ માટેનું લખાણ જુલાઈ ૨૦૦૮માં પૂરું થયું. કેવળીપ્રભુ ક્યા ક્યા પ્રકારે, ક્યારે ક્યારે જીવને આત્મવિકાસ કરવામાં કેવી રીતે સાથ આપે છે તેની જે સમજણ મને શ્રી પ્રભુ તરફથી આવી હતી તેને વ્યવસ્થિત રીતે મૂકવાનું કાર્ય માટે કરવાનું હતું. એ કરવામાં પ્રભુની કૃપા
૩૦૯