________________
કેવળી પ્રભુનો સાથ
તો ઓર જ હતી. વિવિધ મુદ્દાઓમાં મુખ્ય મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે હતા. કેવળીપ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓથી લોકાકાશ અને અલોકાકાશ એવા બે ભાગ થાય છે; પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુઓ નિરંતર છે; પ્રભુના કલ્યાણરસને અબાધ્ય કરનાર પ્રક્રિયા; આ પ્રક્રિયાની સહાયથી કલ્યાણનાં કાર્યને આદરે છે તેને શમસ્વરૂપ સનાતન શાંતિ મળે છે; પંચપરમેષ્ટિ તેનાં ગુરુ થાય છે, તેથી તેનું વીર્ય અલ્પમાત્રામાં વપરાય છે, સાધકના કલ્યાણનાં પરમાણુઓ તીર્ણ થાય છે; અંતરાય વિશેષતાએ તૂટે છે; આવા સાધકના આત્મપ્રદેશોની વિવિધ કક્ષા; આજ્ઞાનો ધુવબંધ; પૂર્ણ આજ્ઞાનો ધુવબંધ; પૂર્ણ આજ્ઞાનો શુક્લબંધ; કેવળીગમ્ય પ્રદેશો તરફથી અશુદ્ધ પ્રદેશોને અપાતું દાન; તે પ્રક્રિયામાં શ્રી કેવળ પ્રભુનો સાથ; જીવના વિકાસમાં મળતો કેવળ પ્રભુનો સાથ; તેજસ્ તથા કાર્મણ શરીર; તેમાં રહેલાં અંતરાય કર્મ; સર્વ જીવ કેમ તીર્થંકર થઈ શકતા નથી; કેવળીગમ્ય પ્રદેશોનો વિકાસ કરવામાં ફાળો; ૐનું બંધારણ જીવમાં શિવપણું કેવી રીતે પ્રગટાવે છે; રુચક પ્રદેશોમાં છૂપાયેલો મુક્તિમાર્ગ; તેમાં કેવળીપ્રભુ તથા સિદ્ધપ્રભુનો ફાળો; તીર્થંકર પ્રભુથી ઉત્પન્ન થયેલા પહેલા સાત સુચક પ્રદેશો અન્ય કેવળ પ્રભુથી પ્રગટ થતા આઠમા રુચકપ્રદેશ સમાન કેવી રીતે થાય છે; કેવળીપ્રભુનો સાથ જીવને શિવ બનાવે છે; કેવળીગમ્ય પ્રદેશોની પ્રાપ્તિનું ઊંડું રહસ્ય; કેવળીગમ્ય પ્રદેશો પ્રાપ્ત થાય પછી પણ કેટલીક વાર મુક્ત થતાં વાર લાગવાનાં કારણો; કેવળીગમ્ય પ્રદેશો નિશ્ચયથી વ્યવહાર સમકિત લીધા પછી જ કેમ મળે છે; કેવળીગમ્ય પ્રદેશોની ઉત્પત્તિ તથા કાર્ય પૂર્ણ થવા માટે કરવાનું આરાધન; અરિહંતની વીતરાગતા; છદ્મસ્થ અવસ્થામાં અરિહંતપ્રભુનો કલ્યાણભાવ કેવી રીતે ધુવબંધી રહી શકે છે; આનંદઘન ચોવીશીનાં પ્રત્યેક પદની છેલ્લી બે પંક્તિઓમાંથી ફલિત થતો શ્રી કેવળીપ્રભુનો સાથ.
આ વર્ષ(૨૦૧૦)નાં પર્યુષણના વિષયથી આ ગ્રંથનું અંતિમ પ્રકરણ રચાયું છે. અને આ આખા લખાણનો ઈતિહાસ જણાવવાની આજ્ઞા આવવાથી ઉપસંહારમાં યથાશક્તિ તેનું નિર્માનીપણે ચિત્રણ કરવા પ્રયત્ન પણ કર્યો છે. આમ કરવા
૩૧૦