________________
ઉપસંહાર
પાછળનો મારો મુખ્ય હેતુ એ જણાવવાનો છે કે પ્રભુને સોંપી, પ્રભુની આજ્ઞાએ ચાલવાથી મહાકાર્યો પણ સહજતાથી તથા સરળતાથી વિના વિઘ્ન થઈ શકે છે. ઈ.સ. ૨૦૦૬ના અંતિમ માસથી શરૂ કરેલું ગ્રંથનું લખાણ પ્રભુકૃપાએ જલદીથી પૂરું થયું અને છપાયું પણ ખરું. તે માટે સૌથી વિશેષ ઉપકાર શ્રી રાજપ્રભુનો તથા પંચપરમેષ્ટિ ભગવંતનો માનું છું. કેમકે તેમના થકી જ અનેકાનેક ભેદરહસ્યોની જાણકારી મળી છે. તેમાં ચિ.નેહલનો સાથ ઘણો હતો, તે સાથે અમુક અંશે મને ચિ.પ્રકાશ તથા અમીનો સથવારો પણ આત્મિક રીતે મળતો હતો. અને વ્યવહારથી બીજી અનેક વ્યક્તિઓનો સાથ પણ મળ્યો છે. તેઓ સહુના સાથથી આવું મોટું કાર્ય પૂર્ણ થવામાં વિનોની ઉત્પત્તિ આવી નથી. એ માટે સર્વ ઉપકારી તથા સહાયક આત્માઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને ભાવિમાં કરવા યોગ્ય આવા કાર્ય માટે શ્રી પ્રભુથી શરૂ કરી સહુનો સાથ પ્રેમપૂર્વક મળતો રહે, સહુ જગતજીવોનું ઉત્તમતાએ કલ્યાણ થાઓ અને સર્વ સત્પરુષોનો એ માટેનો ઉદ્યમ સફળ થાય એ અભિલાષા પૂર્ણતા પામો. એવી પ્રાર્થના કરી વિરમું છું.
– સરયુ નામધારી મુક્તિ ઈચ્છુક
ૐ શાંતિઃ
૩૧૧