________________
ઉપસંહાર
મોક્ષમાર્ગનું નિરૂપણ કેવી રીતે શક્ય બને? પરંતુ પ્રભુનું જણાવેલું વચન યથાર્થ જ હોય એ શ્રદ્ધાના બળવાનપણાને લીધે આ વચનની યથાર્થતા પામવા હું પ્રાર્થના, ક્ષમાપના તથા સ્મરણ વિશેષતાએ કરવા લાગી. રોજબરોજના પ્રામાણિક પુરુષાર્થને કારણે રોજ રાત્રે ધીમે ધીમે જ્ઞાનનો ઉઘાડ થવા લાગ્યો. પદોના અર્થ મને સમજાવા લાગ્યા; એકબીજા પદો વચ્ચેનું અનુસંધાન કળાવા લાગ્યું; અને મનમાં સ્પષ્ટ થતું ગયું કે પ્રભુએ જણાવેલું વચન યથાર્થ જ છે. આ બધાં પદો પ્રભુની સ્તુતિ કરવા સાથે આખા મોક્ષમાર્ગનું નિરૂપણ કરનારાં પણ છે. રોજ રાત્રે ચોવીશી વાંચવાનો, વિચારવાનો તથા મનન કરવાનો ક્રમ જારી હતો. તેની સાથે જ્ઞાનનો ઉઘાડ કરવાની પ્રાર્થના, તથા નડતરરૂપ બનતા કર્મોનો ક્ષય કરવા ક્ષમાપના અચૂક થતી હતી. આ પુરુષાર્થથી સમજણ વધતી ગઈ અને પર્યુષણના આગલા દિવસ સુધીમાં ઓગણીસમા શ્રી મલ્લિનાથ જિનસ્તવન સિવાયનાં બધાં પદોના હાર્દ તથા એકબીજા સાથેનાં અનુસંધાન લગભગ સ્પષ્ટ થઈ ગયાં હતાં. પરંતુ મને ૧૯મા પદની ઘડ કોઈ રીતે બેસતી ન હતી, તેથી મને જેટલી સમજણ પ્રાપ્ત થઈ હતી, તે માટે શ્રી પ્રભુનો ખૂબ ઉપકાર માન્યો અને ૧૯મા સ્તવનનું અન્ય સ્તવનો સાથેનું અનુસંધાન તથા સાતત્ય સમજાવવા માટે વિનંતિ શરૂ કરી.
પર્યુષણના પહેલા દિવસથી પ્રત્યેક પદ તથા તેમાં વ્યક્ત થતાં મોક્ષમાર્ગની સમજણ શ્રી પ્રભુની અસીમ કૃપાથી વ્યક્ત કરતી ગઈ, પ્રભુ તરફ્થી પણ સંતોષ વ્યક્ત થતો હોય તેમ અનુભવાતું હતું. પરંતુ ૧૯મા પદનો કોયડો હજુ અકબંધ જ હતો. એટલે રોજ રાત્રે તેનો મને ઉકેલ આપવા પ્રભુપાસે પ્રાર્થના, ક્ષમાપના તથા સ્મરણ કરી વિનંતિ કરતી હતી. આમ કરતાં કરતાં જે દિવસે આ પદ લેવાનું હતું તે દિવસ આવી ગયો, પણ મને કોઈ ખુલાસો મળ્યો ન હતો. આમ છતાં મને અંતરંગમાં બળવાન શ્રદ્ધા હતી કે જે પ્રભુએ આટલું સાચવ્યું છે તે પ્રભુ હજુ પણ સાચવશે જ. અને મને નાસીપાસ થવા નહિ દે. શૂન્યમાંથી સર્જન કરાવનાર પ્રભુએ એક સિવાયનાં સર્વ પદ સમજાવ્યાં છે, તે
પ્રભુ એક
૨૫૧