________________
કેવળી પ્રભુનો સાથ
કરી છે; પણ તેની ભાષા સમજવામાં ઘણી કઠણ છે. વળી માત્ર સાત દિવસમાં જ આવાં મોટાં ચોવીશ પદો સમજણ આપવા સાથે પૂરાં કરવાં તે ખૂબ મુશ્કેલ કામ મને લાગ્યું. બેત્રણ વખત તે પદો વાંચ્યાં ત્યાં સુધી તો તેમાં મારી ચાંચ જ ડૂબતી ન હોય એવું મને લાગ્યું. વિચારતાં મને સમજાયું કે ખૂબ પુરુષાર્થ કરવો પડે એવા વિષયની મેં માંગણી કરી છે, તે પૂરી કરવા ભગવાને આમ કર્યું જણાય છે. સાથે સાથે મને એ પણ સમજાયું કે પુરુષાર્થ કરવા પ્રભુએ મને પૂરતો સમય પણ આપ્યો છે. અત્યાર સુધી મને પર્યુષણના આઠથી પંદર દિવસ પહેલા જ વિષય મળતો હતો, તેને બદલે આ વખતે લગભગ બે મહિના પહેલાં પ્રભુએ વિષય આપી દીધો છે. પ્રભુની અસીમ મહેરબાનીનો આ સચોટ પૂરાવો ગણી શકાય.
વિષયને યોગ્ય ન્યાય આપવા માટે બળવાન પુરુષાર્થ કરવો જરૂરી હતો. તેથી મેં ક્ષમાપના, પ્રાર્થના તથા પદોના અર્થ સારી રીતે સમજાવવા માટેની માંગણીનું જોર ઠીક ઠીક વધાર્યું. તે સાથે મેં નક્કી કર્યું કે દરરોજ રાત્રે મારે આખી ચોવીશી ધીરજથી વાંચવી અને પ્રાર્થના કરતાં સૂઈ જવું. આ ચોવીશ પદો વાંચતાં મને લગભગ દોઢ કલાક જેટલો સમય એ વખતે લાગતો હતો. તેમ છતાં થોડા દિવસ સુધી તો એમ જ લાગતું હતું કે મારી સમજણનું ઊંડાણ જાણે વધતું જ નથી. તેમ છતાં હિંમત હાર્યા વિના, સફળ થવા માટે મેં જોરદાર પુરુષાર્થ ચાલુ જ રાખ્યો હતો. પૂર્વકાળમાં દરેક કસોટીના પ્રસંગમાં શ્રી રાજપ્રભુએ મારી લાજ રાખી હતી, તેની સ્મૃતિ મને ખૂબ જ વિશ્વાસ અપાવતી હતી કે આ પ્રસંગે પણ પ્રભુ મારી લાજ જરૂર રાખશે. આ રીતે બીજા આઠેક દિવસ પસાર થયા પછી પ્રભુ તરફથી મને એક વચન આવ્યું કે, ‘આનંદઘન ચોવીશી'માં શ્રી આનંદઘનજી મહારાજે આખો મોક્ષમાર્ગ સમાવ્યો છે, તે વિશે વિચારજે. મારાં તો સાનંદાશ્ચર્યથી રૂવાં ઊભા થઈ ગયા. આશ્ચર્યની કોઈ સીમા જ ન હતી, કેમકે પ્રત્યેક સ્તવનમાં મને તો પ્રભુની સ્તુતિ જ દેખાતી હતી, આત્મવિકાસનાં પગથિયાં તેમાં ક્યાં છૂપાયેલાં છે તે તો જરાપણ પકડાતું ન હતું. પ્રભુની ભાવભરી કરેલી સ્તુતિમાં
૨૫