________________
કેવળી પ્રભુનો સાથ
પદ માટે કદી નિરાશ નહિ કરે, મારી શ્રદ્ધાની કસોટી ભલે કરે, પણ પાર તો ઉતારશેજ.
હ્રદયમાં પ્રાર્થના સાથે બપોરના અઢી વાગે હું વાંચનના હોલમાં ગઈ. પ્રત્યેક પર્યુષણમાં ૨:૩૦ થી ૩ ચિ. સચીન તથા નેહલ ભક્તિ કરતા, ૩ થી ૪:૧૫ હું વાંચન કરતી અને ૪:૧૫ થી ૫ શ્રી શશીભાઈ ઝવેરી તથા અ. સૌ. મંજુબહેન ભક્તિપદો લેતાં. આ ક્રમ પ્રમાણે સચીન તથા નેહલે ભક્તિ શરૂ કરી. હું એકાએક સ્થિર થઈ ગઈ, મારી બંધ આંખે એક પડદો ખૂલ્યો અને ચારેબાજુ અવર્ણનીય પ્રકાશ ફેલાઈ ગયો. તેની સાથે જ, એક જ ક્ષણમાં ૧૮, ૧૯, ૨૦ એ ત્રણ પદોનું એકબીજા સાથેનું અનુસંધાન વિસ્તારથી સમજાઈ ગયું. તે ક્ષણે મેં પ્રભુનો ખૂબ ઉપકાર માન્યો. વાંચનનો સમય થતાં વાણી યથાર્થ રીતે વહી ગઈ. કોઈને ખ્યાલ પણ ન આવ્યો કે મારી કેવી કસોટી થઈ હતી. બાકીના દિવસોમાં પણ વાંચનનો ક્રમિક પ્રવાહ ચાલ્યો. પર્યુષણ પૂરાં થયાં. પ્રભુની અપરંપાર કૃપાનો સ્પષ્ટ પરચો મળ્યો. પ્રભુની આજ્ઞાએ ચાલવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની ખીલવણી કેવી રીતે થાય છે તેનો પ્રત્યક્ષ પદાર્થપાઠ અનુભવાયો. આ પછી થોડા જ દિવસોમાં પ્રભુએ મને ધ્વનિથી જણાવ્યું કે તું આનંદઘન ચોવીશી વિશે લખી લે, એનાથી ‘શ્રી કેવળીપ્રભુનો સાથ'ની શરૂઆત થવાની છે. મને એ મંગળરૂપ સ્તુતિઓ લખતાં ખૂબ પ્રસન્નતા વેદાઈ હતી. ઈ.સ. ૧૯૮૩માં લખાયેલી એ સ્તુતિઓ ઈ.સ.૨૦૦૭માં પ્રગટ થયેલા “શ્રી કેવળીપ્રભુનો સાથ ”નાં પહેલા પ્રકરણમાં મંગલસ્તુતિરૂપે મૂકવામાં આવી છે.
ભાગ ૧
-
ઇ.સ. ૧૯૮૩નાં પર્યુષણમાં લગભગ બધાંને એ ભાવનું ઘૂંટણ થયું કે સત્પુરુષનું દૃઢ શરણ ગ્રહવાથી, અમરત્વ પામવાની ચાવી જીવને પ્રાપ્ત થાય છે. આવું શરણ ગ્રહ્યા પછી સર્વ સત્પુરુષોમાં અગ્રેસર, ત્રિકાળ નમન કરવા યોગ્ય એવા શ્રી તીર્થંકર પ્રભુનું મહાત્મ્ય જીવને સમજાય છે. વર્તમાન ચોવીશી એટલે જંબુદ્વીપનાં ભરતક્ષેત્રમાં અવસર્પિણી કાળમાં થયેલા શ્રી આદિનાથ પ્રભુથી શરૂ કરી શ્રી મહાવીર પ્રભુ પર્યંતના સર્વ તીર્થંકર ભગવાન. તેમની યોગ્ય સ્તુતિ
૨૫૨