________________
પૂર્ણ આશાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
પ્રાર્થના, ક્ષમાપના, મંત્રસ્મરણ તથા સત્સંગના આધારથી જીવનો આજ્ઞાધીન થવાનો પુરુષાર્થ વધતો જાય છે, અને સફળતા મળતાં એક સમય એવો આવે છે કે જે સમયે તેનાં મન, વચન અને કાયા ત્રણે એક સાથે શ્રી પ્રભુને આધીન થાય છે. અને ત્યાર પછી ક્ષાયિક સમકિતીને ક્યારેય એવો સમય આવતો નથી કે જ્યારે ત્રણે સ્વચ્છંદી બને. જીવનમાં પુરુષાર્થ પ્રમાણે એક યોગ, બે યોગ કે ત્રણે યોગ શ્રી પ્રભુ અને શ્રી સદ્ગુરુની આજ્ઞામાં જ પ્રવર્તે છે. અને આ યોગનું આજ્ઞાધીનપણું સતત ફેરફાર પામતું રહેતું હોવાથી, તથા મુખ્યતાએ કોઈને કોઈ યોગ સ્વચ્છેદે વર્તતો હોવાથી આ છઠ્ઠ ગુણસ્થાન પ્રમત્ત (પ્રમાદી) ગુણસ્થાન કહેવાય છે. તેમાં મન, વચન તથા કાયાનું એકપણું – આજ્ઞાધીનપણું એક સમયથી વધારે સમય માટે ટકતું નથી. તેમ છતાં એક યોગ તો આજ્ઞામાં જ પ્રવર્તતો હોવાથી આ ગુણસ્થાનથી પરમાર્થે આજ્ઞા માર્ગની શરૂઆત થઈ કહેવાય છે. - શ્રી પ્રભુના સાથથી અને પોતાના પુરુષાર્થથી જીવ જ્યારે મન, વચન તથા કાયાનું આજ્ઞાધીનપણું એક સમયથી વધારે સમય માટે રાખી શકે છે ત્યારે તેણે સાતમા ગુણસ્થાનનો અર્થાત્ મન, વચન, કાયાની એકતાનો અનુભવ કર્યો એમ કહેવાય છે. અને તે વખતે ત્રણમાંથી એક પણ યોગ સ્વચ્છેદે વર્તતો ન હોવાથી તેને અપ્રમત્ત ગુણસ્થાન કહેવામાં આવે છે. જ્યારે ત્રણમાંથી કોઈ એક યોગ સ્વછંદી થાય છે ત્યારે તે જીવ છઠ્ઠા ગુણસ્થાને ઊતરી આવે છે. સાતમા ગુણસ્થાને આજ્ઞાધીનપણાનો સમય ક્રમે ક્રમે વધતો જાય છે, આમ જીવ સન્માર્ગે પુરુષાર્થી બની આજ્ઞામાર્ગની ઊંડાણભરી સમજણ અને ઉપયોગ કરી આત્મશુદ્ધિ કરે છે. - આ આજ્ઞામાર્ગની પૂર્ણતા એટલે એક સમય માટે પણ જીવનું આજ્ઞાધીનપણું અલ્પ કે ક્ષીણ થાય નહિ. આમ પૂર્ણ આજ્ઞાસિદ્ધિ એટલે આજ્ઞાની પૂર્ણાતિપૂર્ણ સફળતા. જે સાતમા ગુણસ્થાનથી વધતાં વધતાં ચૌદમા ગુણસ્થાને આવી સિધ્ધભૂમિમાં પરિપૂર્ણ બને છે.
પૂર્ણ આજ્ઞાસિદ્ધિમાં આજ્ઞારૂપી ધર્મ તથા આજ્ઞાભરિત તપનું યોગ્ય સમતોલન રહેલું છે, તેથી તેમાં આજ્ઞારૂપી ધર્મથી ઉપજતો મહાસંવર અને આજ્ઞારૂપી તપથી