________________
કેવળી પ્રભુનો સાથ
ઉપજતા મહાસંવરની મહાસંવરતા અનુભવાય છે. આમાં આજ્ઞારૂપી ધર્મનાં ઉત્કૃષ્ટ સંવર નિર્જરા આજ્ઞારૂપી તપનાં ઉત્કૃષ્ટ સંવર નિર્જરાને બોધ આપી માર્ગ બનાવે છે. એ જ પ્રમાણે આજ્ઞારૂપી તપનાં ઉત્કૃષ્ટ સંવર નિર્જરા આજ્ઞારૂપી ધર્મનાં ઉત્કૃષ્ટ સંવર નિર્જરાને ગતિ આપે છે. આ પ્રતિકરૂપ અન્યોન્ય સંબંધના કારણે આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપ એકબીજામાં એવાં એકમેક થઈ જાય છે કે તે બંનેને એ દશાએ છૂટાં પાડવા તે દુષ્કરથી લઈને અસંભવ થઈ જાય છે. આ અન્યોન્ય સંબંધથી જીવને એક અપૂર્વ કવચની પ્રાપ્તિ થાય છે. પરિણામે આજ્ઞારૂપી ધર્મ સ્વસ્વરૂપને માણવાનો લોભ કરાવે છે, તે જ સમયે આજ્ઞારૂપી તપ એનાથી ઉપજતાં મોહ તથા સુખબુદ્ધિને પરિપૂર્ણ કલ્યાણમય વીતરાગતામાં પલટાવે છે. આ વીતરાગતા એક અતિ સૂક્ષ્મ અપેક્ષાએ સ્વભાવની પ્રાપ્તિ કરાવનાર તટસ્થભાવ છે. આ ભાવ જો અમુક કાળ સુધી ન રહે તો જીવાત્મા જ્યારે સિધ્ધ થાય છે ત્યારે સિધ્ધભૂમિમાં અડોલ કલંકરહિત સ્થિતિ નથી પામી શકતો. આનું કારણ એ છે કે વિતરાગતામય આજ્ઞારૂપી તપ એ સ્વભાવ માણવારૂપ આજ્ઞારૂપી ધર્મ કરતાં નકારાત્મક વલણ છે. નકારાત્મક વલણથી આત્મા અડોલ સ્થિતિ ન પામતાં પદાર્થ, વસ્તુ, પંચાસ્તિકાય કે ભાવ પ્રતિ નકાર વેદી શકે છે. એ જ રીતે તે સ્વભાવને માણવારૂપ આજ્ઞારૂપી ધર્મમાં પદાર્થ, વસ્તુ, પંચાસ્તિકાય કે ભાવ પ્રતિ હકાર વેદી શકે છે. જો અડોલ, અકંપ કલંકરહિત સ્થિતિ જોઇતી હોય તો નકારને હકારથી હણવાનો છે અને હકારને નકારથી હણવાનો છે. આ પ્રક્રિયા જો આત્મામાં દરેક સમયે ઉત્કૃષ્ટપણે થયા જ કરતી હોય તો એ આત્મા પરમાત્મારૂપે ચેતન હોવા છતાં, પૂર્ણ કલંકરહિત અડોલ સ્થિતિને પામી, અનંતકાળ સુધી એ જ દશાનો કર્તા તથા ભોક્તા બની, પૂર્ણાતિપૂર્ણ આજ્ઞાસિદ્ધિને અનુભવે છે.
બીજી રીતે વિચારીએ તો, જે પૂર્ણ આજ્ઞાસિદ્ધિ છે તેનાથી ઉપજતા લોભ તથા મોહ કેવી રીતે હણાય છે તે જણાય છે. શ્રી દેવેશ્વર પ્રભુની ઉત્તમ, ગંભીર, અનંત ભેદથી ભરેલી કલ્યાણમય વાણી, ભાવિ નયગમનયથી શબ્દદેહ પામી ખુલાસો આપે છે, કે પૂર્ણ આજ્ઞાસિદ્ધિના મોહ તથા લોભને તેઓ પૂર્ણ કલંકરહિત અડોલ દશાના વેદનથી ઉપજવા દેતા નથી. જે જીવને પૂર્ણતા પામવી છે તેણે હકારાત્મક તથા નકારાત્મક