________________
કેવળી પ્રભુનો સાથ
આ ક્ષપક શ્રેણિમાં આત્માની ઉત્તમોત્તમ ગુણશ્રેણિ રહેલી છે, ત્યાં આત્મા પ્રત્યેક સમયે અનંતગુણો આશ્રવતો જાય છે, અને પૂર્વ સંચિત ઘાતિ કર્મો તથા શેષ અશુભ અઘાતિકર્મ ત્વરાથી નિર્જરાવતો જાય છે. આઠમા ગુણસ્થાનથી સત્તાગત અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની કષાયને સંજ્વલનરૂપ કરી નિર્જરાવે છે અને અતિઅલ્પ માત્રામાં સંજ્વલન મોહ આશ્રવે છે. અમુક માત્રામાં તે કર્મોનો ક્ષય કરી નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાને આવે છે જ્યાં પૂર્વ પ્રક્રિયાને સઘન કરી, ગુણાશ્રવ વધારી અનેક ઘાતિ તથા અઘાતિ કર્મનાં બંધનનો પણ છેદ કરે છે. અને આ ગુણસ્થાનના મધ્યભાગથી સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભનો ક્રમથી ક્ષય કરવાનો પુરુષાર્થ ઉપાડે છે; એ પુરુષાર્થમાં સફળ થઈ દશમાં ગુણસ્થાનના અંત ભાગમાં સર્વ પ્રકારના મોહનો નાશ કરી, અન્ય ઘાતિકર્મના બંધનો છેદ કરી, શેષ રહેલાં અત્યંત અલ્પ સંજ્વલન લોભને જ્ઞાનાવરણમાં રૂપાંતરિત કરી, બારમા ગુણસ્થાને આવી શેષ રહેલાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા અંતરાયનો પૂર્ણ ક્ષય કરી તેરમા “સયોગી કેવળી” ગુણસ્થાને આવે છે. આ સયોગી કેવળી અવસ્થામાં આત્મા ક્યા રૂપને ભજે છે તેનું વર્ણન ૧૫મી તથા ૧૬મી કડીમાં કર્યું છે.
ચાર કર્મ ઘનઘાતિ તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજતણો આત્યંતિક નાશ જો, સર્વભાવ જ્ઞાતાદ્રષ્ટા સહ શુધ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. અપૂર્વ .. ૧૫
વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો, તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે,
આયુષ પૂર્વે મટિયે દૈહિક પાત્ર જો. અપૂર્વ .. ૧૬ “સયોગી કેવળી” દશામાં ચાર ઘાતિ અને ચાર અઘાતિ કર્મની સ્થિતિ કેવી હોય છે, અને આત્મા સ્વસ્વભાવનું વેદન કેવું કરે છે તેનો ચિતાર શ્રી રાજપ્રભુએ આ બે કડીમાં આપ્યો છે. ચારે ઘાતિકર્મનો પૂર્ણતાએ ક્ષય થયો હોવાથી, નવો ભવ ધારણ
/
O