________________
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
કરવા માટે જે ઘાતિ કર્મની જરૂરિયાત છે તે તૂટી જવાથી કેવળી અવસ્થાવાળો ભવ આત્મા માટે ચરમ ભવ બની જાય છે. એક માત્ર મોહના કારણે અન્ય સાત કર્મો બંધાતા હોવાથી, તેનો ક્ષય થતાં જ જન્મ ધારણ કરવા માટેના મૂળ બીજ – કારણનો સંપૂર્ણ નાશ થઈ જાય છે. છદ્મસ્થ અવસ્થામાં મોહના ઉદયને કારણે જીવ કષાય વેદી, પ્રત્યેક કર્મોદયના પ્રત્યાઘાત અનુભવી નવાં કર્મ ઉપાર્જન કરતો હતો, તેમાં કેવળીદશા પ્રગટતાં ધરખમ ફેરફાર થઈ જાય છે. મોહક્ષયને કારણે કોઈ પણ ઉદય સાથે આત્મા જોડાતો નથી, આત્માના પ્રદેશો મુખ્યતાએ અકંપિત રહેતા હોવાથી કર્મબંધ થતા નથી, એટલે મોહને કારણે થતું કર્મોપાર્જન અટકી જાય છે. એટલું જ નહિ જ્યારે અમુક સમયના આંતરે કેવળ પ્રભુનો આત્મા યોગ સાથે જોડાઈ કંપિત થાય છે ત્યારે પણ તેમાં કષાયનો અંશ માત્ર ન હોવાથી, પ્રભુને માત્ર શાતાવેદનીય અને તેમાં પણ કલ્યાણભાવના પરમાણુઓનો આશ્રવ મુખ્યતાએ થાય છે. આમ જગતમાં પ્રવર્તતા સર્વ પ્રકારના ભાવને માટે શ્રી પ્રભુનો આત્મા જ્ઞાતાદ્રષ્ટા બની, અલિપ્ત ભાવે રહી પોતાની શુધ્ધતા સતત જાળવતો રહે છે. આ સ્થિતિ છે તે આત્મા માટે મેળવવા યોગ્ય ઉત્કૃષ્ટ અવસ્થા છે. તેથી આત્માએ જે કંઈ મેળવવા યોગ્ય છે તે મેળવી લીધું હોવાથી તે “કૃતકૃત્ય” બને છે. આ કૃતકૃત્ય સ્થિતિમાં તેમનું અનંત વીર્ય, સર્વજ્ઞ અને સર્વદર્શીપણું તથા યથાપ્યાત ચારિત્ર ઉત્કૃષ્ટતાએ પહોંચે છે.
ઘાતિકર્મના ક્ષયવાળી કેવળી દશાની વિચારણામાં આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગની ઉત્કૃષ્ટતા અને સાર્થકતા આપણને જોવા મળે છે. ઘાતિકર્મના અભાવમાં કેવળી પ્રભુ એક સમયના યોગના જોડાણ વખતે માત્ર કલ્યાણમિશ્રિત શતાવેદનીયનાં પરમાણુઓ જ આશ્રવે છે, જેનો એક જ સમયમાં ભોગવટો કરી, પોતાના પૂર્વ સંચિત કલ્યાણભાવ તેમાં ઉમેરી તે પરમાણુઓની જગતને ભેટ આપે છે, અને બાકીના સમયમાં શેષ રહેલા કર્મબંધના કારણરૂપ યોગથી પણ અલગ રહી સિધ્ધસમાન આત્માનુભવમાં નિમગ્ન રહી એક પણ નવા કર્મનો આશ્રવ કરતા નથી. આ કાળનું તેમનું આજ્ઞાપાલન સિધ્ધ સદશ રહે છે. વળી યોગના જોડાણના સમયે આશ્રવની સામે અઘાતિ કર્મની બળવાન નિર્જરા કરતી વખતે એમનું આજ્ઞાધીનપણું
૮૧