________________
પ્રાક્કથન
થતો થતો મારાથી દૂર જવા લાગ્યો. તે ગોળો જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ વધારે ને વધારે તેજસ્વી થતો ગયો, તે એટલે સુધી કે એ તેજ આપણાથી ખમી પણ ન શકાય. તે ગોળો વીશ ફૂટ દૂરની દિવાલ પર જઈ વિરમી ગયો. આ પ્રમાણે ચાર વખત થયું. અને સાથે સતત ધ્વનિ આવતો હતો કે, “જો આ આત્મા”, “જો આ આત્મા”. આ બધું શુ થાય છે તેની સમજ એ વખતે મને આવી નહિ. પણ પહેલી વખત અનુભવાતા આવા તેજના ગોળા, ધ્વનિ વગેરેનો મને ડર લાગ્યો. એટલે મેં પ્રભુને કહ્યું, “મને તો ડર લાગે છે. મારે આ નથી જોવું. તમે બધું જ ત્વરાથી શમાવી દ્યો.” આ વિનંતિ કરતાંની સાથે બધું જ અદૃશ્ય થઈ ગયું. મારું મન અતિશય શાંત થઈ ગયું. આમ થોડીવાર રહ્યા પછી બીજો ધ્વનિ સંભળાયો, “તારે આ સ્મરણ અને રટણ છોડી દેવાનાં નથી. સતત ચાલુ રાખવાનાં છે.”
મેં જણાવ્યું, “મારે તો M.A.ની પરીક્ષા માટે ઘણું બધું વાંચવાનું છે તો આ કઈ રીતે કરી શકીશ ?”
“પ્રયત્ન કરીશ તો બંને સાથે થઈ શકશે. બંને જરૂરી છે.”
“પ્રભુ! હું પ્રયત્ન કરીશ.” આમ જણાવી હું સૂઈ ગઈ. રાતનાં સ્મરાણાદિ ચાલુ હતાં. સવારે ઊઠી તો સ્મરણ તથા પ્રાર્થના કરતા રહેવાનો આદેશ ફરીથી આવવા લાગ્યો. આ સાંભળતા વાંચતાં વાંચતાં સ્મરણ કરતા રહેવાનો પુરુષાર્થ શરૂ કર્યો. અંતરંગમાં યુધ્ધ ચાલતું હતું, વાંચવું કે માત્ર સ્મરણ કરવું, એ દ્વિધા જોરદાર હતી. તે રાત્રે પણ આ બંને સાથે કેવી રીતે કરવાં તેની વિચારણા પ્રભુ સાથે અડધા પોણા કલાક સુધી ચાલી. સ્મરણાદિમાં વાંચન કરતાં રહેવાનો બોધ જોરદાર હતો. મારાં મનનું અમુક અંશે સમાધાન થયું, અને પછીનાં દિવસથી બંને કાર્યો મેં વારાફરતી કરવા માંડયાં. આત્માનુભવનો આનંદ લેતાં લેતાં અભ્યાસની ક્રિયા પણ થવા લાગી. આમ ભવભ્રમણ તોડવાની પરીક્ષામાં
XXV