________________
કેવળી પ્રભુનો સાથ
મને એકદમ નવકારમંત્ર અને પ્રભુ સાંભર્યા. મારા મનમાં ત્વરાથી સહજતાએ પ્રાર્થના શરૂ થઈ ગઈ. ‘હે ભગવાન! મારે પણ જલદીથી સંસારથી છૂટી જવું છે. દુષ્ટમ કાળમાં જન્મવું નથી. મારી ખૂબ ખૂબ સંભાળ રાખો. મને બચાવો. મારે તો એક તમારો જ આધાર છે.' વગેરે. આ પ્રકારના ભાવો કરતા કરતા નવકારમંત્રનાં રટણ પર ચડી ગઈ. ત્યાં મારાં બાએ ચા પીવા મને બોલાવી. ગઈ તો ખરી, પરંતુ છૂટવાની તાલાવેલી એટલી જબરી હતી કે ચા પીવામાં મને જરા સરખો પણ રસ રહ્યો ન હતો. ચા પીને મારા ટેબલ પર વાંચવા આવી ગઈ. પણ ચિત્ત જરા પણ વાંચવામાં રહેતું ન હતું, તે તો છૂટવાની તાલાવેલીમાં રમતું હતું. એકધારું નવકા૨નું રટણ અને પ્રાર્થના થયાં કરતાં હતાં. પુસ્તક સામે ખુલ્લું પડયું હતું, પણ ભાગ્યે જ બેચાર પંક્તિ વંચાઈ હતી. આમ કરતાં સાંજના સાડાસાત થયા. બાએ જમવા બોલાવી, કમને ગઈ તો ખરી, પણ છૂટવાની લગની એટલી જોરદાર હતી કે ચિત્ત બીજે ક્યાંય રહેતું જ ન હતું. જમ્યા પછી, રાતના નવ તો માંડ વગાડયા. અને કહેવાતું વાંચવાનું બંધ કરી, મને ઊંઘ આવે છે એમ કહી પથારીમાં સૂઈ ગઈ, સૂતાં સૂતાં આખી રાત સ્મરણ તથા પ્રાર્થના ચાલતાં રહ્યાં. ઊંઘનું તો નામનિશાન પણ ન હતું. રાતના એક વખત પણ એવો વિકલ્પ નહોતો આવ્યો કે છૂટાશે નહિ તો શું? પ્રભુ મને છોડાવવાના જ છે એ શ્રદ્ધાન પ્રતિપળે ઘટ્ટ થતું જતું હતું. સવારે સાત વાગે ઊઠી, નાહી, તૈયાર થઈને વાંચવા બેઠી. પણ તેમાં જરાય મન લાગતું ન હતું. પુસ્તક ખુલ્લું પડ્યું હતું. પણ અંદરમાં પ્રાર્થના તથા સ્મરણ અવિરતપણે ચાલુ હતાં. જમવાનું, બપોરની ચા, રાત્રિભોજન આદિ યંત્રવત્ જ કર્યાં હતાં. તે દિવસે રાત્રે સાડા આઠે હું સૂઈ ગઈ. અને ખૂબ શાંત થઈ ગઈ. તે વખતે શું થયું તેની મને જાણકારી ન હતી.
પરંતુ, લગભગ સાડાદશ આસપાસ મને મધુર ઘંટડી જેવો મીઠો રણકારવાળો ધ્વનિ સંભળાયો, “તારે આત્મા જોવો છે ને? જો આ આત્મા”. આ વચન સાથે મારી છાતીમાંથી એક ખૂબ તેજસ્વી સોનેરીરૂપેરી ગોળો નીકળ્યો, અને મોટો મોટો
xxiv