________________
પ્રાકથન
ઉપરના સ્વાનુભવના પ્રસંગોમાંથી ફલિત થાય છે. શક્ય છે કે આ બધું વાંચ્યાં પછી આવી શ્રદ્ધાનાં મૂળ ક્યાં રોપાયાં તે જાણવાની જિજ્ઞાસા વાચકને થાય. તે પ્રસંગ પણ નોંધનીય હોવાથી આપને જણાવવાની રજા માગું છું.
ઈ.સ.૧૯૬૦ના એપ્રિલ મહિનામાં હું M.A.ની પરીક્ષાની તૈયારી કરતી હતી. કોલેજ બંધ હોવાથી લગભગ આખો દિવસ વાંચવામાં પસાર થતો હતો. વાંચતા વાંચતાં બપોરના ઊંઘનાં ઝોકાં ન આવી જાય તે માટે મારાં પૂ. બા તથા બાપુજી ચા પીવા બેસે ત્યારે મને બોલાવે અને અડધો કપ ચા પીવડાવે, મારા પૂ. બાપુજી બપોરના લગભગ ત્રણ વાગે શેરબજારમાંથી આવે અને સાડાત્રણે તેઓ બંને સાથે બેસી, મને બોલાવી ચા પીએ. એક દિવસ બપોરના આ જ રીતે મારાં પૂ. બા તથા બાપુજી ચા બનતી હતી ત્યારે રસોડામાં બેસી વાતો કરતાં હતાં, અને મારે થોડું વાંચવાનું પૂરું કરવાનું હતું તેથી ટેબલ પાસેની ખુરશીમાં બેસી વાંચતી હતી. એટલામાં મે તેઓ બંને વચ્ચેનો નીચે પ્રમાણેનો સંવાદ સાંભળ્યો. બાપુજી : આ જગતમાં કેટલું બધું દુઃખ છે? વળી, હવે તો છઠ્ઠો આરો
આવશે જ્યારે દુઃખની માત્રા બેહદ વધી ગઈ હશે. એવા કાળમાં આપણી સ્થિતિ શું થશે? માટે આપણે એવું કંઈક કરી લેવું જોઈએ
કે જેથી આ આરામાં આ ક્ષેત્રે આપણે જન્મવું જ ન પડે. બા : તમારી વાત તદ્દન સાચી છે. ખૂબ પ્રયત્નો કરી, આત્મા અહીં
જન્મ જ નહિ એવું પુણ્ય બાંધી લેવું જોઈએ. બાપુજી : આપણે આજથી જ આ કાર્ય શરૂ કરવું જોઈએ. બા : આપણે જરૂર શરૂ કરીએ.
આ સંવાદ સાંભળતા મને હૃદયમાં ખૂબ જોરદાર આંચકો લાગ્યો. મને થયું કે બા બાપુજી તો ત્વરાથી છૂટી જશે, અને હું તો રહી જઈશ. મારે હવે કરવું શું?
રા ય લાગ્યો અને
XXiii