________________
કેવળી પ્રભુનો સાથ
પ્રભુએ મને પાસ કરાવી, સાથે સાથે એમ.એ. ની પરીક્ષા માટે પણ પૂરતું વાંચન કરાવી, તેમાં પણ સફળતા અપાવી હતી.
આ વખતે મને જે છૂટવાની તાલાવેલી લાગી હતી, તેના અનુસંધાનમાં મારાથી જે પુરુષાર્થ થયો, તેનાથી ઉત્તમ સફળપણું મને પ્રાપ્ત થયું. મને રોજિંદા જીવનમાં લગભગ એક મહિના સુધી શું કરવું અને શું ન કરવું તેની જાણકારી ધ્વનિથી મળ્યા કરતી હતી. આ અનુભવથી મોક્ષમાર્ગમાં યથાર્થતાએ ચાલવા માટે ક્યા ગુણો કેળવવા જોઈએ અને કેવી પ્રવૃત્તિ કરવી જોઈએ તેનાં બીજ મારામાં રોપાયાં, જે આજ સુધી ફુલતાં ફાલતાં રહ્યાં છે. જેના પરિણામે શ્રી પ્રભુની અસીમ કૃપાથી ‘શ્રી કેવળીપ્રભુનો સાથ” ગ્રંથના પાંચ ભાગનું સર્જન શક્ય બન્યું છે.
શ્રી કેવળીપ્રભુનો સાથ' ભાગ પાંચમાનું સર્જન કરવામાં પહેલા ચાર ભાગની જેમ જ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતની સહાય મને ઉત્તમ રીતે પ્રાપ્ત થઈ છે તે આ ભાગ વાંચતા જરૂરથી જણાશે. આથી તેમનો ઉપકાર શબ્દથી માનવો કોઈ પણ રીતે શક્ય જણાતું નથી, તેથી બે હાથ જોડી, મસ્તક નમાવી, પંચાગી નમસ્કાર કરી તેમનો આભાર માનું છું. વળી, ભાવિના લખાણ માટે મને આવો અને ચડતા ક્રમનો સાથ મળતો રહે એવી નમ્ર વિનંતિ શ્રી પ્રભુને હૃદયથી કરું છું. સાથે સાથે તેમના પ્રતિનું મારું આજ્ઞાધીનપણું નિયમિતપણે વૃદ્ધિ પામતું જાય એ જ મારી શ્રી પ્રભુને પ્રાર્થના છે. શ્રી પ્રભુની ઇચ્છાથી અને આજ્ઞાથી, મેં વિચારેલું આત્માની સિદ્ધિ'નું પ્રકરણ અહીં સમાવવાનું છોડી દીધું છે. તો વાચકો મને દરગુજર કરશો.
અહીં સુધીનું સર્વ લખાણ કરવામાં મને સીધો તથા આડકતરો સાથ ચિ. નેહલ વોરા, ચિ. પ્રકાશ, અમી, ભા.અજીતભાઈ, નલીનીબેન, શ્રી કિશોરભાઈ, રેણુબહેન આદિ સ્વજનો તરફથી મળતો રહ્યો છે. સાથ આપવા બદલ તેમનો આભાર માનું છું. વળી, આ ગ્રંથના કંપોઝીંગ આદિમાં મને મારી
xxvi