________________
પ્રાકથન
ભાણેજ ચિ. અમી ઠાકોર તથા અનુરાગ ઠાકોર તરફથી ઉત્તમ સહાય મળી છે. કેટલેક અંશે મારી ભત્રીજી ચિ. સેજલે પણ સાથ આપ્યો છે. તેની સાથે સાથે ગ્રંથને સુંદર છપાઈ તથા બાઈન્ડીંગ દ્વારા આકર્ષક બનાવવામાં મારાં સ્વજન શ્રી અરુણભાઈ તથા સુધાબહેનની મહેનત પણ નોંધનીય છે. આ ઉપરાંત વગર માગ્યે વિવિધ રીતે સહાય કરનાર સર્વ આપ્તજનોને કેમ ભૂલાય! આમ ગ્રંથનાં પ્રકાશનમાં વિવિધ પ્રકારે સહાય કરનારા તમામ બંધુવર્ગને શ્રી પ્રભુ પરમ કૃપા કરી કલ્યાણમાર્ગમાં આત્માર્થે આગળ વધારે એ જ મારી શ્રી પ્રભુને પ્રાર્થના છે.
રચાયેલા આ પાંચે ભાગમાં કેટલીયે જગ્યાએ વાચકને પુનરુક્તિદોષ જોવામાં આવશે, એક જ વિષયના જુદા જુદા મુદ્દા, જુદા જુદા પ્રકરણોમાં ચર્ચાયેલા મળશે, વગેરે જણાતા દોષ માટે ક્ષમા ચાહું છું. પણ પ્રભુની દૃષ્ટિએ એ યોગ્ય લાગ્યું હશે, તેથી તેમ કરવા પ્રેરાઈ છું. પ્રભુકૃપા બળ ઔર છે.
આ ગ્રંથ મોક્ષમાર્ગમાં ત્વરાથી ચાલવા ઉપકારી થાય એ ભાવના સાથે આપના કરકમળમાં મૂકવા ઇચ્છું છું.
ૐ શાંતિઃ
મુંબઈ તા. ૧૬ એપ્રિલ ૨૦૧૧, શનિવાર ચૈત્ર સુદ ૧૩, ૨૦૬૭ મહાવીર જયંતિ
મોક્ષાભિલાષી સરયુ રજની મહેતા.
Xxvii