________________
શ્રી કેવળીપ્રભુનો સાથ
શ્રી આનંદઘનજી મહારાજે વર્તમાન ચોવીશ તીર્થકર ભગવાનની સ્તુતિ કરતાં કરતાં ક્રમિક મોક્ષમાર્ગ સમજાવ્યો છે, સાથે સાથે તેમાં કેવળીગમ્ય પ્રદેશોનો ફાળો કેવો અમૂલ્ય છે તે ગુપ્તપણે સમાવી તેમની પ્રજ્ઞાની ટોચ આપણી પાસે ખુલ્લી કરેલ છે. ધન્ય છે તેમની જાણકારીને, જાણકારી પ્રગટ કરવાની શક્તિને અને તેમની બળવાન આત્માનુભૂતિને! જે કેવળીપ્રભુના સાથને બાહ્ય તેમજ અંતરથી વ્યક્ત કરે છે.
આથી આ પદમાં ધર્મનાં મંગલપણાનો તથા સનાતનપણાનો ઉત્તમ સમન્વય, આપણને જોવા તથા અનુભવવા મળે છે. આત્માના બધા જ પ્રદેશો રુચક પ્રદેશ સમાન પૂર્ણ શુધ્ધ થઈ, સર્વ અવલંબનનો ત્યાગ કરી, સ્વમાં એકરૂપ બની સિધ્ધભૂમિમાં ચિરકાળ માટે સ્થાયી થાય છે. ત્યાં ધર્મનાં મંગલપણાની અસરથી આત્મા સહજાનંદ માણે છે, અને સનાતનપણાનાં કારણથી તે આનંદ શાશ્વત કાળ રહે છે. આ છે શ્રી કેવળ પ્રભુના સાથથી પ્રાપ્ત થતી અદ્ભુત અવસ્થા!
ૐ શાંતિઃ
૨૩૧