________________
जाके उर अंतर निरंतर अनंत दर्व, भाव भासी रहे पै सुभाव न टरतु है । निर्मलसौं निर्मल सु जीवन प्रगट जाके, घटमैं अघट-रस कौतुक करतु है ।। जागै मति श्रुत औधि मनपयै केवल सु, पंचधा तरंगनि उमंगि उछरतु है । सो है ग्यान उदधि उदार महिमा अपार, निराधार एकमैं अनेकता धरतु है ।। २०।।
જે જ્ઞાનરૂપ સમુદ્રમાં અનંત દ્રવ્ય પોતાના ગુણપર્યાયો સહિત હંમેશાં ઝળકે છે, પણ તે, તે દ્રવ્યોરૂપ થતો નથી અને પોતાના જ્ઞાયક સ્વભાવને છોડતો નથી. તે અત્યંત નિર્મળ જળરૂપ આત્મા પ્રત્યક્ષ છે, જે પોતાના પૂર્ણ રસમાં મોજ કરે છે, તથા જેમાં મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન આ પાંચ પ્રકારની લહેરો ઊઠે છે, જે મહાન છે, જેનો મહિમા અપરંપાર છે, જે નિજાશ્રિત છે તે જ્ઞાન એક છે તો પણ શેયોને જાણવાની અનેકતા સહિત છે. (૨૦)
- સમયસાર નાટક - નિર્જરા દ્વાર
શ્રી બનારસીદાસ.