________________
કેવળી પ્રભુનો સાથ
કરીને કરે છે. આ વીર્યની મદદથી જીવનાં મિથ્યાત્વ, મોહ, અજ્ઞાન આદિનો ક્ષય થઈ વિજયડંકો વાગે છે. છદ્મસ્થ અવસ્થામાં જીવે પોતાને મળતાં નિમિત્તને આધીન થઈ, ભાવાભાવ વેદી યોગ સાથે જોડાઈ જે કર્મબંધ કર્યા હોય છે તેની અસરથી કેવળીપર્યાયમાં પણ તે આત્મા અમુક સમયના આંતરે યોગ સાથે જોડાય છે. તે વખતે આત્માના અસંખ્ય પ્રદેશોમાં પ્રત્યેક પ્રદેશે વીર્યનાં જે અસંખ્ય અંશો હોય છે, તેની સહાયથી તે આત્મા શાતા વેદનીય કર્મનાં અનંત પરમાણુઓ ગ્રહણ કરે છે. પરંતુ જે સમયે તેમનું ઉત્કૃષ્ટ વીર્ય કાર્યકારી થાય છે તે સમયે તેઓ યોગથી અલિપ્ત રહી મન, વચન તથા કાયાની પ્રવૃત્તિથી અલિપ્ત રહે છે. એટલે કે તેમના યોગ ધ્રુવ અર્થાત્ સ્થિર થઈ જવાથી તેમને કર્મબંધન સંભવતું નથી. સ્થિરતાના આ કાળમાં તેમનું વીર્ય કાર્યકારી રહેતું હોવાથી આત્માની સ્થિરતા લેશ પણ ડગતી નથી. આ સ્થિતિ ઉત્કૃષ્ટતાએ પહોંચે છે ત્યારે તે આત્મા યોગને રુંધી અયોગી થાય છે, યોગરહિત બને છે. આવું કાર્ય કરવાનું વીર્ય તો આત્મામાં જ રહેલું છે તે સત્ય પ્રભુના ઉપદેશથી સમજાયું છે. પ્રત્યેક જીવ પોતાની શક્તિ પ્રમાણે ધ્યાન તથા વિજ્ઞાનની સહાયથી નિજપદનો અનુભવ કરે છે. તેથી તો પ્રત્યેક કેવળી ભગવાન જુદા જુદા સમયના આંતરે યોગ સાથે જોડાય છે. આ પ્રકારનો વિકાસ કરી, જે આત્મા યોગના અવલંબનનો ટેકો લેવાનાં સાધનનો ત્યાગ કરે છે તે આત્મા યોગના જોડાણરૂપ ૫૨પરિણિતને ભગાડી દે છે. તેનાં ફળરૂપે તે એક સમય માટે પણ ભંગ ન થાય તેવાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર (વૈરાગ્ય)ની પ્રાપ્તિ કરી અનંત વીર્યના આનંદના સમૂહરૂપ પ્રભુ સદા માટે જાગૃત રહે છે. બીજી રીતે કહીએ તો પ્રભુ સર્વજ્ઞ, સર્વદર્શી બની, શૈલેશી અવસ્થારૂપ ચારિત્રપણે સદા જાગતા રહે છે.
આ રીતે કેવળીગમ્ય પ્રદેશોની સમાન કક્ષાના થયેલા પૂર્વના અશુદ્ધ પ્રદેશો રુચક પ્રદેશો પાસેથી પ્રેરણા લઈ, પૂર્ણ શુધ્ધ થઈ, આત્માના સર્વ પ્રદેશો એક અખંડ આત્મારૂપ બની, સિદ્ધભૂમિમાં સ્થિર થાય છે. એથી કહી શકાય કે સર્વ અશુદ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશોની સહાયથી પૂર્ણ શુધ્ધ થવા સુધીનો વિકાસ કરે છે.
૨૩૦