________________
શ્રી કેવળીપ્રભુનો સાથ
જેવા છે. પારસમણિ જેમ લોઢાને સોનું બનાવે છે તેમ પાર્શ્વનાથ પ્રભુ શરણમાં આવના૨ જીવોને પોતા સમાન શુદ્ધ કરે છે. પારસમણિ તો જડ છે ત્યારે પાર્શ્વનાથ પ્રભુ તો પોતાના ગુણોમાં નિમગ્ન અને પ્રસન્નતામય છે. તેથી તેઓ પારસમિણ કરતાં ઘણા ઘણા વિશેષ છે. તેમનાં શરણમાં જવાથી જીવને પોતામાં જ આનંદના સમૂહમય પૂર્ણ રસિક આત્મા અનુભવાય છે, એટલે કે પોતાના ગુણોથી જ પ્રસન્ન થયેલો આત્મા અનુભવાય છે.
આ રીતે સર્વજ્ઞપણું આવવાથી આત્મા પારસમણિ સમાન મૂલ્યવાન થાય છે. તે આત્મા પૂર્ણ આજ્ઞારસથી ભરેલો અને નિજગુણોનો ભોક્તા થાય છે, તેથી તેને પોતામાં જ આનંદઘનની પ્રાપ્તિ થઈ જાય છે. આત્માના અશુધ્ધ પ્રદેશો શુદ્ધ થઈ, કેવળીગમ્ય પ્રદેશ સમાન થઈ જાય છે. અને તે શુધ્ધ આજ્ઞારસ તથા આનંદરસના ભરપૂર ભોક્તા બને છે. તે વખતથી તેને માત્ર રુચક પ્રદેશો સાથેની સમાનતા મેળવવાની બાકી રહે છે.
આત્માને કેવળજ્ઞાન પ્રગટ થવાથી ધર્મનું મંગલપણું તથા સનાતનપણું એકીસાથે અનુભવાય છે. કેમકે તેનાં બધા જ પ્રદેશો ઘાતિકર્મ તથા અશુભ અઘાતિ કર્મરહિત બન્યા હોય છે, તેથી સમાનકક્ષાના થાય છે. આવી શુધ્ધ દશાનો અનુભવ આત્મા પ્રત્યેક સમયે કરે છે.
આલંબન સાધન જે ત્યાગે,
પર પરિણતિને ભાગે રે,
અક્ષય દર્શન જ્ઞાન વૈરાગ્યે,
આનંદઘન પ્રભુ જાગે રે. વીરજીને (૨૪)
જે આત્માએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તે આત્મા કેવી રીતે યોગથી છૂટી, ચૌદમા ગુણસ્થાને આવી, અયોગી બની શુધ્ધ જ્ઞાનદર્શન સાથે સંપૂર્ણ એકતા સાધે છે તે આનંદઘનજી મહારાજે ચોવીસમા મહાવીર પ્રભુનાં સ્તવનમાં વર્ણવ્યું છે. પૂર્ણ થયેલા આત્માના ખીલેલા પૂર્ણ વીર્યની માંગણી તેઓ તેમની પાસે વંદન
૨૨૯