________________
કેવળી પ્રભુનો સાથ
દશમાંથી બારમા ગુણસ્થાને જવા માટે જરૂરી ચાવી, અને તે ચાવી મેળવવાની માંગણી આ કડીમાં રહેલી જોઈ શકીએ છીએ.
જે સ્થિતિ ક્ષપક શ્રેણિમાં જીવને માટે જરૂરી છે, તે જ સ્થિતિ અશુદ્ધ પ્રદેશોને કેવળીગમ્ય પ્રદેશો જેવા શુદ્ધ થવા માટે જરૂરી છે. કેમકે કેવળીગમ્ય પ્રદેશો પ્રભુના પ્રદેશો જેવા જ શુદ્ધ છે. તેથી તેમની આજ્ઞા માનવી એ પણ કેવળીપ્રભુની આજ્ઞા માનવા બરાબર જ છે. આ રીતે આજ્ઞાધીન થવાથી સર્વ અશુદ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશો સમાન ઘાતીકર્મોથી અને અશુભ અઘાતી કર્મોથી રહિત થઈ જાય છે. આમ આત્મા આત્મા વડે આત્મામાં પરમાત્મભાવ પ્રાપ્ત કરે છે, એ નિર્વિકલ્પ દશાનો અંતિમ સિદ્ધાંત અહીં તરી આવે છે.
ક્ષપક શ્રેણિમાં નિર્વિકલ્પ દશામાં રહેતી વખતે ધર્મનું મંગલપણું તથા સનાતનપણું એકીસાથે ઉપસી આવે છે. આત્મામાં જેમ જેમ ધર્મનું મંગલપણું સ્થિત થતું જાય છે તેમ તેમ શ્રેણિનાં એક એક ગુણસ્થાન ચડતાં ચડતાં ધર્મનું સનાતનપણું સ્પષ્ટપણે પ્રગટ થતું જાય છે.
શ્રી પારસ જિન પારસ સમો, પણ હા પારસ નાહિં,
પૂરણ રસિયો હો! નિજ ગુણ પરસન્નો, આનંદઘન મુજમાંહિ, સુન્નાની (૨૩)
ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં સ્તવનમાં આત્માનાં કેવળીસ્વરૂપના ગુણોનું વર્ણન શ્રી આનંદઘનજી મહારાજે કર્યું છે. શ્રી કેવળીપ્રભુ ધ્રુવપદરામી એટલે કે શાશ્વત પદના ભોક્તા છે; ગુણોના રાજા છે; સ્વગુણના ઇચ્છુક છે; ઇત્યાદિ જણાવી કેવળજ્ઞાનને ધારણ કરનાર આત્મા કાયમી આરામ શાંતિને ભોગવનાર થાય છે; એમ કહ્યું છે. ત્યાર પછી, સ્વગુણમાં જ સતત રમનાર લોકાલોકનો જ્ઞાયક કઈ રીતે થઈ શકે તેનો ઉકેલ મેળવવા તેમણે પુરુષાર્થ કર્યો છે. અને તેના સમાધાનરૂપે અંતિમ કડીમાં તેમણે કહ્યું છે કે શ્રી પાર્શ્વનાથ પ્રભુ પારસમણિ
૨૨૮
-