________________
કેવળી પ્રભુનો સાથ
માટે તથા તેનાં આરાધન માટે અભિસંધિજ વીર્ય જરૂરી છે, ત્યારે વાણીરૂપ ૐ ધ્વનિ પ્રસરાવવા માટે, અનભિસંધિજ વીર્ય ચાલે છે, તેથી તે બંનેનું મિશ્રણ થયું. આમ થવાનું રહસ્ય શ્રી પ્રભુએ એ રીતે સમજાવ્યું કે આજ્ઞાનું આરાધન કરવા માટે તેમની ઇચ્છા છે, પણ વાણી ખોલવા માટે તેઓ નિસ્પૃહ છે, તે કારણે આજ્ઞા આરાધનમાં અભિસંધિજ વીર્ય વપરાય છે અને ૐ ધ્વનિ માટે અનભિસંધિજ વીર્ય ઉપયોગમાં લેવાય છે. આ રીતે બંને પ્રકારનાં વીર્યનાં સંમિશ્રણથી કાર્યસિદ્ધિ થાય છે. એવો વીજળી સમાન તેજસ્વી આજ્ઞા તથા વીર્યનો સ્કંધ એમનાં શિર પાસેનાં વર્તુળ નજીક પહોંચ્યો, તે વખતે આજ્ઞા આરાધન માટેનાં અભિસંધિજ વીયે, તે વર્તુળમાં રહેલી આજ્ઞાને વર્તમાન સ્થિતિથી વિશેષ કરવા, વીર્યના સ્કંધ દ્વારા ગ્રહણ કરાવી. અને અનભિસંધિજ વીર્ય દ્વારા તેમના આજ્ઞામાં વિશેષ રત થવાના ભાવને પૂરા કરવા માટે યોગ્ય વચનવર્ગણાનાં પરમાણુઓ ગ્રહણ થયાં. આ રીતે થયેલાં વાણીયોગનાં આજ્ઞાવર્તુળ શિરમાંના અરિહંત કવચના આશીર્વાદ લીધાં, ત્યાર પછી તે વર્તુળ મુખની પાછળના ભાગમાં રહેલા શ્રી સિદ્ધકવચના આશીર્વાદ લીધા. ત્યાર બાદ આગળ વધી એ વચન વર્તુળ હૃદયના પાછળના ભાગથી શ્રી ગણધર અને શ્રી આચાર્યનાં કવચના આશીર્વાદ લીધા. તેના પછી પાંસળી પાસેથી ઉપાધ્યાયનાં કવચના આશીર્વાદ મેળવ્યા. અને છેવટે કરોડરજ્જુના છેલ્લા ભાગથી સાધુસાધ્વીનાં કવચના આશીર્વાદ ગ્રહણ કર્યા. આ રીતે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના આજ્ઞાકવચથી સુરક્ષિત બનેલું એવું વચનનું વર્તુળ નાભિના ભાગ પાસે આવ્યું. ત્યાં પ્રભુનાં વચનવર્ગણારૂપ અભિસંધિજ વીર્ય દ્વારા પૂર્વના મોહજનિત અઘાતીકર્મો નિર્જરા અર્થે એમના પેટના ભાગ પાસેથી તે વર્તુળમાં ભળ્યાં. અને તે વર્તુળ ઉપરના ભાગ તરફ જવા લાગ્યું. તે વખતે ચૌદમાં ગુણસ્થાન અને મોક્ષનાં જે અંતરાય
(૮૪