________________
શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ
આ ઋણમુક્તિથી ક્ષય થવાના હોય તે આ વર્તુળમાં ભળ્યા. ઊંચે ચડી આ વર્તુળ પ્રભુનાં મુખમાં પહોંચ્યું, ત્યારથી એ કવચનો વિનય કરી તે વર્તુળ પ્રભુના રોમેરોમમાંથી ૐ ધ્વનિરૂપે વિસ્તરવા લાગ્યું.
અહીં શ્રી પ્રભુએ સમજાવ્યું કે જે વર્તુળ એમનાં શિર ઉપર હતું તે પંચપરમેષ્ટિનું પંચામૃત હતું. આ પંચામૃતની આજ્ઞામાં રહેવાથી શ્રી અરિહંત જેવા પરમ વીતરાગ, નિસ્પૃહ આત્મા પણ અઘાતી કર્મ તથા અંતરાય કર્મથી નિવૃત્ત થઈ બહ્મરસ સમાધિની શુદ્ધિ વધારી શકે છે, તો છદ્મસ્થ જીવોને એ પંચામૃત કેટલું વિશેષ ઉપયોગી થાય તે સમજાય તેવી બાબત છે. આ ઉપરાંત શ્રી પ્રભુએ એ પણ સમજાવ્યું કે શ્રી અરિહંત કેવળજ્ઞાન, કેવળદર્શન, યથાખ્યાત ચારિત્ર તથા અનંતવીર્યના સ્વામી હોવા છતાં તેઓ કોઈ પણ સંસારી કે અસંસારી કાર્ય (જેવાં કે વિહાર, બોધ, ઉત્તર આપવો આદિ કોઈ પણ ક્રિયા) માટે શ્રી પંચપરમેષ્ટિની આજ્ઞા લે છે, જેથી સ્વચ્છંદ દોષ સંભવી શકે નહિ, એમનાં પંચામૃતથી એ કાર્ય કરવાની શક્તિ મેળવે છે, અર્થાત્ તેઓ પંચપરમેષ્ટિની આજ્ઞા મેળવ્યા પછી જ કાર્ય કરે છે, એમનાં આજ્ઞાકવચમાં રહીને જ કાર્યની પ્રવૃત્તિ કરે છે, તો છદ્મસ્થ જીવે તો સ્વચ્છેદથી બચવા કેટલું બધું સંભાળવું જોઇએ! સ્વચ્છંદ જીવને કેટલો પરેશાન કરે છે, કેટલું કષ્ટ આપે છે તેનાં ઉદાહરણ સર્વ સંસારી જીવો છે, અને તેના ત્યાગથી આત્માને કેવાં અભુત શાંતિ અને સુખ મળે છે તેનાં ઉદાહરણ ચડતા ક્રમના સર્વ સત્પરુષો છે.
પંચમજ્ઞાન, પંચમગતિ તથા પંચામૃતને એક સમૂહરૂપે સતત માણનાર શ્રી સિધ્ધ ભગવાનને કોટિ કોટિ વંદન હો. “હે સિધ્ધ ભગવાન! તમારા ભેદજ્ઞાનની પરિપૂર્ણતા તથા સમયની મર્યાદા વગરનું અપૂર્વ આજ્ઞાનું આરાધન તથા પાલન તમને અભેદ, શુધ્ધ, બુધ્ધ, ચૈતન્યઘન સ્વરૂપ તથા સહજાનંદ સ્વરૂપની અનંતાનંત કાળ સુધીની અનુભૂતિ મણાવે છે. તમારો પુરુષાર્થ સર્વશ્રેષ્ઠ હોવા છતાં તમે એને વ્યક્તિગત અને સમૂહગત યશનામમાં રૂપાંતરિત કરો છો. સમજવા જતાં અચરજ થાય છે કે પરિપૂર્ણ આત્મામાં એક સમય માટે પણ વિભાવ નથી તો આ
૯૫