________________
શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ
તમારા બાળકના ભાવ જાણી એ ભાવને યોગ્ય વિચારમાં, યોગ્ય વાણીમાં અને યોગ્ય ચારિત્રરૂપે પરિણાવવામાં સહાય કરો, કે જેથી હું તમારા ચરણની સેવા કોઈ પણ પ્રકારની બાધા વગર, સ્વચ્છ તથા સચોટ રીતે, સુખબુદ્ધિનાં વમળમાં ફસાયા વગર, માત્ર સેવા કરવાના પ્રેમભાવથી આદરી શકું.' આ ભાવને બળવાન કરતાંની સાથે જ તમારી એક ગુપ્ત, ગંભીર આજ્ઞાના આરાધનનું પાન થાય છે. એ અમૃતપાનથી મન, વાણી તથા વર્તન શૂન્ય થઈ જાય છે. એ શૂન્યભાવને વાણી આપે એવો એક જ શબ્દ તમારા રોમેરોમમાંથી નીકળે છે. અને તે છે ‘ૐ’. હે પ્રભુ! તમારી આજ્ઞા થતાં, તમારી આજ્ઞાએ આ અનુભવને શબ્દદેહ આપવા પુરુષાર્થ થાઉં .
ૐ ધ્વનિ નિરાકારમાં નિરાકાર અનુભવને શબ્દદેહ આપે છે. એ ૐનું ગુંજન જાણે મહાસમુદ્રના પેટાળમાંથી ધ્વનિત (echo) થતું હોય એવી રીતે તમારી નાભિમાંથી ઉપજે છે. આ ૐનો સ્વર સર્વ ઇચ્છાઓને સ્તબ્ધ કરી દે છે. લોહચુંબક નજીક આવતાં, લોઢું જેમ અન્ય સર્વ આકર્ષણનો ત્યાગ કરી માત્ર લોહચુંબકે જ ચીટકી જાય છે, પોતાનું સર્વસ્વ તે ચુંબકને જ સમર્પી દે છે, તેમ ૐ ધ્વનિ સાંભળતાં જ સર્વ વીર્ય અન્ય ઇચ્છાઓનો ત્યાગ કરી, માત્ર એક ૐમાં સમાઈ જાય છે. “અહો કૃપાનાથ! આ દાસાનુદાસ પર પરમ કૃપા કરી આ ૐ ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તેનાં સ્પષ્ટ દર્શન કરાવો છો તે માટે હૃદયપૂર્વક આભાર માનું છું.' તે દર્શન આ પ્રમાણે થયાં છે.
“શ્રી પ્રભુના શિરોભાગમાં સૂર્યથી પણ તેજસ્વી, ચંદ્રથી પણ શીતળ, સમુદ્રથી વિશાળ અને ગંભીર એવું વર્તુળ હતું. એ વખતે પ્રભુને વચન વર્ગણાઓ છોડવાનો ઉદય હતો, માટે એમનાં હૃદયના ભાગમાંથી તેમના કેવળીગમ્ય પ્રદેશની આજ્ઞા થવાથી, વીજળીના ઝબકારાથી અનંતગણો તેજસ્વી (તીક્ષ્ણ) તથા વેગવાન એવો આજ્ઞાનો ઝબકારો એમના શિરોભાગ તરફ ગયો. તે વિજળી સમાન તેજસ્વી આજ્ઞામાં, એમના અભિસંધિજ વીર્યમાં અનભિસંધિજ વીર્ય ઉમેરાયું. આજ્ઞાપાલન
૯૩