________________
કેવળી પ્રભુનો સાથ
અહો! પ્રભુની ૐમય અમૃતવાણી કેટલી પૂર્ણ છે તેનો અનુભવ શ્રી ગુરુ પ્રતાપે થયો. પ્રભુ! આ વાણી નિરંતર વહ્યા કરે અને અમને તેનો લાભ મળ્યા જ કરે એ આશીર્વાદ તમારી પાસે આજ્ઞાભક્તિના માધ્યમથી માગું છું અને વંદન કરું છું.
સનાતન ધર્મને શાશ્વત રાખનાર, શ્રી જિનપ્રભુના કલ્યાણમય ધર્મના ધારક શ્રી પંચપરમેષ્ટિ ભગવંતને વારંવાર ભક્તિવિનયથી વંદન કરીએ છીએ. શ્રી અરિહંત પ્રભુ પણ જેમની આજ્ઞામાં પ્રવર્તે છે તે પંચપરમેષ્ટિના ઉપકારથી ધર્મનું સનાતનપણે સર્જાય છે. કર્મ પુગલના અપ્રમત્ત સ્વભાવ સામે પોતાનાં ચેતનત્વનું અખૂટ વીર્ય દર્શાવી, કર્મના અપ્રમત્ત સ્વભાવને પોતાના અપ્રમત્ત પુરુષાર્થથી પ્રમાદી દર્શાવનાર શ્રી અરિહંત પ્રભુ! તમારા ગુણદર્શનમાં, સહુને અચંબો પમાડે એવાં તમારાં શુદ્ધ ચારિત્ર તથા વીતરાગતામાં અને ત્રિજગની પ્રભુતા પરમ નિસ્પૃહભાવથી સહન કરતાં આપના ચરણમાં જ મારી સર્વ ઇચ્છાઓ, અને અભિલાષાઓ પૂર્ણ થાય છે. તમે આટલા બધા ગુણો હોવા છતાં, એ ગુણોને પૂર્ણ વીતરાગતા સાથે માણતા હોવા છતાં તમે એની સુખબુદ્ધિથી પર છો! અહો! તમારા પુરુષાર્થની કેવી અપૂર્વતા છે? જે ગુણો અમારા જેવા સરાગી જીવોને દર્શન કરતાં જ સુખબુદ્ધિ કરવાની લાગણી આપે છે, એ જ ગુણો તમારા આત્મામાં સદાય માટે વસતા હોવા છતાં, તે ગુણો માટે તમને એક સમયનો પણ અંશ માત્ર રાગ થતો નથી, સ્પૃહા થતી નથી, કે સુખબુદ્ધિ જાગતી નથી. હે પ્રભુ! મારામાં એક જ ભાવ ઊઠે છે કે, “મને તમારા ચરણોનું એક સમયની બાધા વગરનું અવિચ્છિન્ન ઉપાસના કરવાનું વરદાન આપો. આપનાં ચરણની ઉપાસનામાં મને સર્વ કલ્પનીય અને અકલ્પનીય સુખ અનુભવાશે, એવી નિશ્ચયપૂર્વકની ખાતરી તથા શ્રદ્ધા છે. અહો જિન! જે રીતે તમે સ્વભાવસુખને સુખબુદ્ધિ વિના માણો છો, એ જ લક્ષની તીક્ષ્ણતા મને આપો કે જેથી હું મારું સમગ્ર વીર્ય તમારા ચરણની સેવાનાં લક્ષથી જ સર્વ કાર્યમાં વાપરી શકું. હે હૃદયસ્વામી! મારામાં વાણીની મંદતા છે, મનના વિચારોની શુદ્ધિની મંદતા છે, ચારિત્રમાં શિથિલતા છે, પરંતુ તમે મારા પરમ પિતા છો. હે પરમ પિતા! તમે
(
૨