________________
પૂર્ણ આશાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
આ કાવ્યમાં ગુપ્ત રીતે પ્રકાશિત કર્યું છે, આ કાવ્ય દ્વારા આજ્ઞામાર્ગે જઈ, આજ્ઞારસ મેળવી તેનો ઉપયોગ કરવાની રીત પ્રછન્ન રીતે દર્શાવી, રહસ્ય મૂકી આપણા પર ખૂબ ખૂબ ઉપકાર તેમણે કર્યો છે. આ સર્વ વિશે આપણે સંક્ષેપે વિચારીએ.
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગથ જો? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહતુ પુરુષને પંથ જો ... અપૂર્વ. ૧. આ પહેલી કડીમાં શ્રી રાજપ્રભુએ પૂર્વમાં ક્યારેય વેદ્યો ન હતો, એવો સર્વ સંબંધના તીક્ષ્ણ બંધનને તોડીને, બાહ્યથી તેમજ અંતરંગથી નિગ્રંથ – ગ્રંથિરહિત થઈને અર્થાત્ કર્મનાં બંધનથી છૂટીને મહાપુરુષના માર્ગે ચાલવાનો અભિલાષ મુખ્યપણે સેવ્યો છે. વ્યવહારનયથી વિચારતાં આ કડીમાં તેઓએ સર્વસંગ પરિત્યાગી મુનિ થઈ મહાપુરુષને અંતરંગથી અનુસરવાનો અભિલાષ રાખ્યો જણાય છે. ત્યારે આ જ કડીને નિશ્ચયનયથી વિચારીએ તો તેમાં સર્વ પ્રકારનાં પુગલ પરમાણુ તથા અન્ય દ્રવ્યના સંપર્કથી મુક્ત થઈ, મહા ઉત્તમ આત્માનાં અર્થાત્ સિદ્ધાત્માનાં પગલે ચાલી, સિદ્ધભૂમિમાં સર્વકાળને માટે સ્થિર રહેવાની મનોકામના રજૂ થયેલી છે.
સંસાર પરિભ્રમણથી છૂટવા માટે, કલ્યાણમાર્ગમાં પ્રવેશ કરવા માટે બે તત્ત્વની ખૂબ અગત્યતા છે. પ્રથમ અનિવાર્યતા છે “મોક્ષ મેળવવાની પ્રબળ ઇચ્છા” અને બીજી અનિવાર્યતા છે “આ ઇચ્છાને યોગ્ય વળાંક આપી સફળ કરાવી શકે તેવા સમર્થ આત્માનું માર્ગદર્શન”. કાવ્યની પહેલી પંક્તિ, “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?”માં “મોક્ષ મેળવવાની પ્રબળ ઇચ્છા” સહજતાએ આપણે અનુભવી શકીએ છીએ. સાથે સાથે આ ઇચ્છા પૂરી કરનાર “માર્ગદર્શક ગુરુ’નો નિર્દેશ આપણને વિચરશું કવ મહત્ પુરુષને પંથ જો?' એ પંક્તિમાં અતિ સ્પષ્ટપણે પ્રાપ્ત થાય છે. મહતુ પુરુષ તો એ જ કહેવાય કે જેમણે પોતાની આત્મશુદ્ધિ કરી છે એટલું જ નહિ પણ બીજાને ય આત્મશુદ્ધિ કરવામાં મદદ કરી શકે એવી શક્તિ પ્રાપ્ત કરી છે.
પ૯