________________
કેવળી પ્રભુનો સાથ
“તમારા શરણમાં રહી સકિત મેળવતાં પ્રાપ્ત કરેલ પ્રત્યક્ષ સદ્ગુરુના આજ્ઞાકવચને, ક્ષાયિક સમકિત વખતે મળેલા સર્વ સદ્ગુરુ આજ્ઞાકવચને, છઠ્ઠા ગુણસ્થાને આવતાં ગ્રહણ કરેલાં સર્વ સત્પુરુષનાં આજ્ઞાકવચને, અપ્રમત્ત એવા સાતમા ગુણસ્થાને પ્રાપ્ત કરેલ છદ્મસ્થ પરમેષ્ટિનાં આજ્ઞાકવચને, આ આજ્ઞારસથી એવાં તરબોળ બનાવો કે એમાં અત્યારથી જ ધર્મનું સનાતનપણું, મંગલપણું, પરમ મૈત્રીભાવ, પાંચ સમવાયની આગ્રહ નિવૃત્તિ સહજ અને સુલભ થઈ જાય; સાથે સાથે પૂર્ણ કલંક રહિત અડોલપણાની પ્રાપ્તિ સહિત ક્ષપક શ્રેણિનાં પંચ પરમેષ્ટિનાં આજ્ઞાકવચ તથા તેરમા અને ચૌદમા ગુણસ્થાને આવતા પૂર્ણ પરમેષ્ટિનાં આજ્ઞાકવચમાં, આજ્ઞાનાં ન્યૂનાધિકપણાને અગુરુલઘુગુણથી, પંચ પરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિમાં સાદિ અનંતકાળ માટે અડોલ સ્થિર ચેતનમૂર્તિ બનાવો.”
“આ દરેક આજ્ઞાકવચમાં જે આજ્ઞારસની પ્રાપ્તિ થાય છે તેને હે રાજપ્રભુ! તમે અપૂર્વ અવસરની કડીઓમાં અતિ સુંદર રીતે ક્ષપક શ્રેણિને ઉત્તમોત્તમ બનાવવા વર્ણવેલ છે, તે રસને તમારી કૃપા અને આજ્ઞાથી અમને તમારા ચરણોમાં સ્થાપી અમારાં રોમેરોમ અને સર્વ પ્રદેશોના અણુએ અણુમાં ગંભીર રૂપે તે રસને સ્થિર બનાવો એ ભાવના સાથે તમને ખૂબ ખૂબ ભાવ સહિત વંદન કરીએ છીએ.” હવે અપૂર્વ અવસરની રચના વિચારીએ.
અપૂર્વ અવસર
શ્રી રાજપ્રભુએ વિ. સં. ૧૯૫૩માં વવાણિયામાં “અપૂર્વ અવસર” કાવ્યની રચના કરી હતી. આ રચનામાં ચોથાથી ચૌદમા ગુણસ્થાને પહોંચી સિદ્ધભૂમિમાં સાદિ અનંતકાળ માટે અડોલ સ્થિતિએ પહોંચવા માટેના પુરુષાર્થનું ક્રમપૂર્વક વર્ણન કર્યું છે, પોતે કેવો પુરુષાર્થ કરી હાલમાં ગજા બહાર અને મનોરથરૂપ લાગતાં સિધ્ધપદને મેળવવા ધાર્યું છે, તે અને તેમ કરતાં પ્રત્યેક અવસ્થાએ જીવને કેવું આજ્ઞાકવચ મળે છે, એ કવચથી કેવો આજ્ઞારસ મળે છે, અને તે આજ્ઞારસનો ઉપયોગ કરવાથી ક્ષપક શ્રેણિ કેવી અદ્ભુત બને છે, તથા તેનું કેવું અદ્ભુત પિરણામ આવે છે તેનું રહસ્ય
૫૮