________________
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
સિધ્ધના ભાગ સાથે એક બને છે. આચાર્ય સિધ્ધનો વિભાગ પંચપરમેષ્ટિ પરમાણુના આચાર્યના ભાગ સાથે એકરૂપ થાય છે. શ્રી ઉપાધ્યાય સિધ્ધનો ભાગ પંચપરમેષ્ટિ પરમાણુના ઉપાધ્યાયના ભાગ સાથે એક થાય છે. સાધુસાધ્વી સિધ્ધ પંચપરમેષ્ટિ પરમાણુના સાધુ સાધ્વી ભાગ સાથે એક બને છે. અને સામાન્ય સિદ્ધનાં પરમાણુઓ શ્રાવક શ્રાવિકાના ભાગ સાથે એક બને છે. આમ થવાથી જુદા સમવાયના સિધ્ધનાં પરમાણુઓ તથા જુદા સમવાયનાં પંચપરમેષ્ટિનાં પરમાણુઓ શ્રી અરિહંત પ્રભુનાં કૃપા તથા મહિમાને કારણે પાંચ સમવાયના આગ્રહનો ત્યાગ કરી એક બને છે. આમ છતાં પ્રત્યેક વિભાગમાં પાંચ સમવાયની આગ્રહ નિવૃત્તિ પોતાના પુરુષાર્થ પ્રમાણે અલગ અલગ હોય છે. આમ દરેક વિભાગ પોતાને યોગ્ય વિભાગ સાથે એકરૂપ બની, આજ્ઞારસ નિષ્પન્ન કરી આજ્ઞારસ ત્રિકોણનું નિર્માણ કરતા જાય છે. આ રીતે બનેલા આજ્ઞારસ ત્રિકોણની સહાયથી આત્મામાં આજ્ઞારૂપી ધર્મ તથા આજ્ઞારૂપી તપની ઉત્કૃષ્ટતા તથા તીવ્રતા સમાન થાય છે, અને તેના ઉપયોગથી “પૂર્ણ આજ્ઞાસિદ્ધિની પ્રાપ્તિ થાય છે, જેમાં આજ્ઞારસનો અનુભવ કરવાનું ભાગ્ય નિર્માણ થાય છે.
જે સિધ્ધ પરમાણુઓનો વિભાગ છે, તે પરમાણુઓ પોતાથી નીચેના છદ્મસ્થ ભાગમાં એકરૂપ થવાથી ગ્રહણ કરેલા ઋણથી મુક્ત થતા જાય છે; અને મૈત્રીભાવને પાંચ સમવાયની મર્યાદાથી પર કરી અસીમિત બનાવે છે, આ રીતે ધર્મનું યોગ્ય મંગલપણું સર્જવાથી, તે અરિહંતનો આત્મા કેવળી સમુઘાત માટે સર્વ જીવ તથા સર્વ સમવાય સાથે પરમ મૈત્રી ઉપાર્જન કરવાનું ભાગ્ય બાંધે છે. આ પ્રકારે ધર્મની પ્રત્યેક પ્રવૃત્તિમાં માત્ર લાભ, લાભ અને લાભ જ થાય છે.
“અહો પરમાત્મા! તમારા આ ચેતનના અનુભવ જે અરૂપીપણે અનુભવાય છે, તેને રૂપી શબ્દદેહ આપવા માટે અને અમને સમજાવવા માટે તમારા અને અનંત પ્રકારે ઋણી છીએ. આજ્ઞારસની આ સમજણને ધૂળ રૂપ આપવા માટે જે વચનાતીત અહોભાવ વેદાય છે, તેનું આત્મામાં જે વેદના થાય છે તે પણ યોગ્ય પ્રત્યુપકાર (પ્રતિ ઉપકાર)રૂપ લાગતું નથી.”
પ૭