________________
કેવળી પ્રભુનો સાથ
આ રીતે, મોક્ષમાર્ગમાં આગળ વધવા માટે જીવે જે બે સ્થિતિની સાનુકૂળતા મેળવવાની છે તેનું નિરૂપણ કરી, સર્વ પ્રકારનાં સંબંધના – પરિચયના તીક્ષ્ણ બંધનને છેદવાની વૃત્તિમાં ભાવની બળવત્તરતા કરી છે.
સર્વ સંબંધથી છૂટી જવાની પોતાની ભાવનાને પૂરી કરવા પોતે જે પુરુષાર્થ કરવા ધાર્યો છે તેનું નિરૂપણ બીજી કડીથી શરૂ કર્યું છે.
સર્વ ભાવથી ઓદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કહ્યું નહિ,
દેહે પણ કિંચિત્ મૂછ નવ જોય જો ... અપૂર્વ. ૨ અનાદિકાળથી જીવ સંસારનાં શાતાનાં જ નિમિત્તામાં રહેવાના ભાવ ઘૂંટતો આવ્યો છે, વળી જે કંઈ અશાતાનાં નિમિત્તો આવે તેનાં પ્રતિ દ્વેષ કરી, ક્લેશિત થઈ નવાં કર્મ ઉપાર્જી આત્માને પોતાનાં શુધ્ધ સ્વરૂપથી વંચિત જ રાખતો રહ્યો છે. આવી પરિસ્થિતિમાં સર્વ કર્મથી છૂટી શુધ્ધ થવાનો અપૂર્વ અવસર મેળવવા માટે જીવે પોતાની સંસાર ભાવના મૂકવી ઘટે અર્થાત્ પૂર્વ કર્મના પરિપાક અનુસાર જે કંઈ શાતા કે અશાતાના ઉદયો આવે તેને કોરાણે રાખી, તેના પ્રતિ ઉદાસીન થવું જોઇએ.
તે અનુસાર બીજી કડીની પહેલી પંક્તિમાં જ “સર્વ ભાવથી ઉદાસીન થવાની વર્તન માગી છે, એટલે કે સાનુકૂળ સંજોગમાં રાગ અને પ્રતિકૂળ સંજોગમાં ઠેષ કરવાની જે ટેવ અનાદિકાળથી ચાલતી આવી છે તેને પૂર્ણતાએ છોડી દેવા ઇચ્છે છે. એટલું જ નહિ પણ જેના માટે અતિ અતિ આસક્તિ પરાપૂર્વથી જીવ સેવતો આવ્યો છે તે દેહને પણ માત્ર સંયમ કેળવવાનું સાધન બનાવવા માગે છે. જ્યાં જીવ દેહરૂપ બની તેની શાતા અશાતાને જ પોતાની શાતા અશાતારૂપ માની વર્યા કરે છે ત્યાં આ આસક્તિનો ત્યાગ કરી, તે દેહને પૂરેપૂરો પરરૂપ જાણી, આત્માને શુધ્ધ કરવાના સાધન તરીકે જ ગણ્યો છે. દેહ સાથેના એકપણાના ભાવને છોડવા, દેહથી ભિન્ન બનવા, આત્મસંયમ કેળવવામાં બાધા કરે એવા એક પણ પદાર્થનો સંસર્ગ