________________
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
સ્વરૂપસિદ્ધિ કરવાનું અનુપમ લક્ષ નિકાચીત કરવા માટે તેમણે જે ચારિત્ર પાલન માગ્યું છે તેનું નિરૂપણ નવમીથી બારમી કડીમાં, છઠ્ઠા સાતમા ગુણસ્થાનની દશાએ વર્તન રૂપ દેખાડ્યું છે. નવમી કડીમાં આ લક્ષને પહોંચવા કેવા બાહ્યચારિત્રની – દ્રવ્ય ચારિત્રની જરૂરિયાત છે તે વર્ણવ્યું છે. જ્યાં સુધી આત્માને આંતરલક્ષ – શુદ્ધ થવાનું લક્ષ અંતરથી દઢ થતું નથી ત્યાં સુધી આ બાહ્યચારિત્રનું પાલન લગભગ અશક્ય કે અતિ અતિ કઠિન બને છે. પણ આંતરલક્ષ એકદમ દેઢ થતાં નવમી કડીમાં વર્ણવેલું બાહ્યચારિત્ર સહજ થતું જાય છે. આ બાહ્યચારિત્રનાં પાલનથી સ્વરૂપસિદ્ધિ કરવા માટે જે આંતરચારિત્ર પ્રગટ થાય છે તેનો પરિચય દશમી કડીમાં થાય છે. પ્રત્યેક વિભિન્ન સ્થિતિમાં આત્મા કેવા સમભાવથી વર્તી શકે છે તે આપણને અહીં સમજાય છે, એટલું જ નહિ કલ્યાણ ભરિત મહાસંવર માર્ગની ઉપયોગીતા અનુભવાય છે.
નગ્નભાવ, મુંડભાવ, સહ અજ્ઞાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિધ્ધ જો, કેશરોમ, નખ કે અંગે શૃંગાર નહિ, દ્રવ્ય, ભાવ સંયમમય નિગ્રંથ સિધ્ધ જો . અપૂર્વ .. ૯.
શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો, જીવિત કે મરણે નહિ જૂનાધિકતા,
ભવમોક્ષે પણ શુધ્ધ વર્ત સમભાવ જો. અપૂર્વ ... ૧૦ નવમી કડીમાં સર્વસંગ પરિત્યાગી મુનિની આચરણામાં તેમણે દિગબર અવસ્થા (જે દેહને માટે ટાઢ, તડકો, વર્ષાદિ સમભાવથી રહેવા માટે પરિષહરૂપ થાય છે), કેશ લુંચન (વાળનો લોચ કરતાં બળવાન અશાતા સમભાવે વેદવાની રહે છે), અસ્નાન (શરીર પ્રતિ ઘણો નિસ્પૃહભાવ ખીલે તો જ શરીરની મેલસહિતની દશામાં સમભાવ આવી શકે) અને અદંતધાવન (મુખ કે દાંત પણ સાફ ન કરવા, જેથી શરીરનું અશુચિપણું સતત પ્રત્યક્ષપણે અનુભવવું પડે) જેવી અનેક પ્રસિધ્ધ ક્રિયાઓને કોઈ પણ પ્રકારના વિભાવ રહિત પાળવાનો આદર્શ સેવ્યો છે. સાથે સાથે શરીરના
૭૬.