________________
કેવળી પ્રભુનો સાથ
પ્રદેશ કેવળીગમ્ય પ્રદેશને આજ્ઞાધીન થાય છે અને વધારે ને વધારે શુભભાવ ભાવતો થાય છે. આ રીતે શુભ થયેલા અશુધ્ધ પ્રદેશની અસર, અન્ય અશુદ્ધ પ્રદેશો પર વધારે થાય છે; અને તેના થકી એક પછી એક કેવળીગમ્ય પ્રદેશોની બાજુના અશુધ્ધ પ્રદેશો કેવળીગમ્ય પ્રદેશને આજ્ઞાધીન થતા જઈ, શુભ થતા જાય છે. આ પ્રક્રિયામાં જે પ્રદેશો આજ્ઞાધીન થાય તે પ્રદેશો ફરીથી સ્વચ્છંદી થતા નથી; બલ્ક અન્ય અશુધ્ધ પ્રદેશોને આજ્ઞાધીન થવા પ્રેરણા આપ્યા કરે છે. આવું આજ્ઞાધીનપણું જ્યારે મોટાભાગના પ્રદેશો સ્વીકારે છે ત્યારે તે જીવ પૂર્ણ આશાના ધ્રુવબંધ પ્રતિ જાય છે.
આજ્ઞાનો ધ્રુવબંધ કરવા માટે જે પ્રદેશ સૌથી પહેલો આજ્ઞાધીન થયો હોય છે, તે પ્રદેશ તેણે અન્ય અશુધ્ધ પ્રદેશને કરેલા કલ્યાણભાવના દાનના પ્રભાવથી પૂર્ણ આજ્ઞાના ધુવબંધમાં પ્રવેશ પામે છે. તે સમયથી તે પ્રદેશ શુભાશુભ એમ બંને પ્રકારના ઉદયમાં આજ્ઞાધીન રહેવા માટે પુરુષાર્થ થાય છે, સાથે સાથે તે વિશેષ કલ્યાણભાવ વેદી અન્ય પ્રદેશોને આજ્ઞાધીન થવા અને રહેવા પ્રેરણા આપે છે. આથી આજ્ઞાના ધુવબંધવાળા પ્રદેશો ક્રમે ક્રમે પૂર્ણ આજ્ઞાના ધુવબંધની સ્થિતિ મેળવે છે, અને બાકી રહેલા ગણ્યાગાંઠયા સ્વચ્છંદી પ્રદેશોમાંના અમુક આજ્ઞાના ધુવબંધની દશાએ આવે છે. આમ કરતાં કરતાં જ્યારે મોટા ભાગના આત્મપ્રદેશો પૂર્ણ આજ્ઞાનો ધ્રુવબંધ સ્વીકારે છે અને આજ્ઞાનો ધુવબંધ પામ્યા વિનાના પ્રદેશો અતિ અતિ અલ્પ સંખ્યામાં બાકી રહે છે ત્યારે તે જીવ પૂર્ણ આશાના શુક્લબંધ માટે પાત્રતા મેળવે છે.
તે પાત્રતા બરાબર ખીલે ત્યારે જે પ્રદેશે આજ્ઞાનો ધુવબંધ અને પૂર્ણ આજ્ઞાનો ધુવબંધ પ્રથમમાં રહ્યો હોય, તે પ્રદેશ પૂર્ણ આજ્ઞાનો શુકુલબંધ મેળવે છે. તે સમયથી તે પ્રદેશનું આજ્ઞાધીનપણું સતત વધતું રહે છે, ઘટતું નથી, અને તેનાં કલ્યાણનાં પરમાણુઓનું દાન અન્ય અશુદ્ધ પ્રદેશોને સતત મળતું થાય છે. આને લીધે તે જીવના સર્વ આત્મપ્રદેશો આજ્ઞાધીનપણામાં ક્રમથી આગળ ને આગળ ધપતા જાય છે. આ રીતે તે જીવની પૂર્વ સંચિત કર્મોની નિર્જરા અનેકગણી થઈ જાય છે અને આશ્રવ ઘણો અલ્પ થતો જાય છે. પરિણામે અતિ અતિ અલ્પ સંખ્યાનાં કર્મો જ તેણે ટાળવાના રહ્યા હોવાથી તેની ક્ષપક શ્રેણિ નવ સમયમાં પૂરી થઈ જાય છે, તેમજ તેને શ્રેણિમાં