________________
પૂર્ણ આશાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
સાથે અન્ય પાત્ર જીવને પૂર્ણ આલ્લાના ધ્રુવબંધનું દાન આપવું અનિવાર્ય છે. ઓછામાં ઓછા એક પાત્ર જીવને દાન આપ્યા વિના પ્રભુ તરફથી આ ઉત્તમ સિદ્ધિની ભેટ મળતી નથી.
પૂર્ણ આજ્ઞાનો શુકુલબંધ પાડનાર વિરલા આત્માને અંતિમ ભવમાં શ્રેણિ પહેલાં કે શ્રેણિમાં કોઈ ઉપસર્ગ કે પરિષહ આવતા નથી. શ્રી તીર્થંકર પ્રભુની બાબતમાં તેમની ક્ષપક શ્રેણિ પંદર વર્ષથી લઘુ વયે લગભગ નવ સમયની આસપાસમાં પૂરી થાય છે. અને તેમને લાંબા ગાળાનું કેવળીપણું અનુભવાય છે. તેની સાથમાં કેવળીપર્યાયમાં તેમનું યોગ સાથેનું જોડાણ શરૂઆતથી જ વધારે ગાળાનું હોય છે.
ત્યારે ગણધરપદના ઉદય પહેલાં જ પૂર્ણ આજ્ઞાનો શુકૂલબંધ બાંધનાર શ્રી ગણધર પ્રભુને પંદર વર્ષની વય સુધીમાં સર્વસંગ પરિત્યાગ તથા ગણધરપદનો ઉદય થાય છે. કોઈક કિસ્સામાં ગણધરપદના ઉદય પછી, પણ છદ્મસ્થ દશામાં પૂર્ણ આજ્ઞાનો શુકુલબંધ થયો હોય તો તે બંધ થયા પછી તેમનાં કલ્યાણકાર્યની માત્રા ઘણી વધી જાય છે. એટલું જ નહિ પણ નાના ગાળામાં ઘણી સંખ્યાના જીવો અલ્પ પ્રયાસથી આત્મવિકાસ સાધી શકે છે. પૂર્ણ આજ્ઞાનો શુકુલબંધ પાડનાર ગણધરજીનું ગણધરપદ સામાન્યપણે નાના કાળનું હોય છે. તેમ છતાં તે પદ ઉદયમાં હોય ત્યારે તે કાળમાં તેમના થકી ઘણા વધારે જીવો સન્માર્ગને પામી આત્મસન્મુખ થાય છે. તેમ થવામાં મુખ્ય કારણ તેમનો બળવાન પ્રકારનો કલ્યાણભાવ કાર્યકારી થતો હોય છે. તેમની ક્ષપક શ્રેણિ પણ નાના કાળની હોય છે. વળી, આવા ગણધર કેવળી કેવળજ્ઞાન લીધા પછી પણ અન્ય ગણધર કેવળી કરતાં ઘણી વધારે સંખ્યાના જીવોને તારે છે.
આમ આજ્ઞાનો ધુવબંધ, પૂર્ણ આજ્ઞાનો ધુવબંધ તથા પૂર્ણ આજ્ઞાનો શુકુલબંધ મેળવનાર જીવનાં સ્વપર કલ્યાણના કાર્યમાં ઘણી વિશેષતા તથા ઊંડાણ રહેલાં હોય છે. આ બંધ થવા માટે આત્મામાં કેવી પ્રક્રિયા થતી હોય છે તે જાણવું રસપ્રદ અને આનંદદાયક લાગશે. જે જીવને આજ્ઞાનો ધુવબંધ થાય છે, તે જીવના આઠમા ચક પ્રદેશની બાજુના કેવળીગમ્ય પ્રદેશને સ્પર્શીને જે અશુધ્ધ પ્રદેશ રહેલો હોય તે અશુધ્ધ
૪૯