________________
કેવળી પ્રભુનો સાથ
“તેમ છતાં પૂર્ણ આશાના ધ્રુવબંધની સિદ્ધિ માત્ર ભાવિ તીર્થંકર કે જેઓએ છદ્મસ્થ અવસ્થામાં સિદ્ધ સિવાયનાં સર્વ પરમેષ્ટિ પદને સ્પર્શીને તીર્થંકર નામકર્મ બાંધ્યું હોય, વ્યવહારશુદ્ધિ સહિતની વીતરાગતા મેળવી હોય અને જેમની શુક્લધ્યાનની છેંતાલીસ મિનિટ પૂરી થઈ હોય તેમને જ છઠ્ઠા સાતમા ગુણસ્થાને આવે છે. આવા પૂર્ણ આશાના ધ્રુવબંધને બાંધનાર ભાવિ તીર્થંકર પ્રભુના કોઈક વિરલા ગણધર પ્રભુને આ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. જેમનું ગણધર નામકર્મ બંધાઈ ગયું હોય, શુક્લધ્યાનની છેંતાલીસ મિનિટ પૂરી થઈ હોય, જેઓ આજ્ઞાના ધ્રુવબંધમાં લોકકલ્યાણનો ભાવ માનભાવથી નહિ, પણ શ્રી તીર્થંકર પ્રભુના દાસભાવથી, એમના થકી સર્વ જીવ પ્રભુનું શરણું પામે એવા ભાવમાં રહેતા હોય, તેમને જ આ સિદ્ધિ ક્ષપક શ્રેણિ માંડતાં પહેલાં કે ગણધર પદના ઉદય પહેલાં આવી શકે છે. આમ આજ્ઞાનો જે કક્ષાનો ધ્રુવબંધ ભાવિ તીર્થંકર છદ્મસ્થપણામાં પામ્યા હોય તે કક્ષા સુધીનો આજ્ઞાનો ધ્રુવબંધ ગણધરજી છદ્મસ્થ અવસ્થામાં મેળવી શકે છે, પણ તેથી આગળની કક્ષાના બંધ સુધી જઈ શકતા નથી. વળી, જે જીવ છઠ્ઠા સાતમા ગુણસ્થાને અન્ય પાત્ર જીવને આજ્ઞાનો ધ્રુવબંધ દાનમાં આપે છે તે જ જીવ પૂર્ણ આજ્ઞાનો ધ્રુવબંધ મેળવી શકે છે. જે જીવને આ સિદ્ધિ છઠ્ઠા સાતમા ગુણસ્થાને આવે છે, તે જીવને ઘણા લાંબા ગાળાનું કેવળીપણું અનુભવાય છે, તેમની ક્ષપક શ્રેણિ નવ સમય જેટલી નાની થઈ શકે છે. અને તે શુદ્ધાત્મા સિદ્ધભૂમિના સૌથી પહોળા મધ્યભાગમાં સ્થાન પામે છે.”
મળેલા પૂર્ણ આજ્ઞાના ધ્રુવબંધને જીવ જ્યારે એવી કક્ષાએ પહોંચાડે છે કે એનું પૂર્ણ આજ્ઞામાં રહેવું કોઈ પણ સમયે મંદ થાય નહિ, અને ક્રમે ક્રમે વધતું જ જાય, ત્યારે તેને પૂર્ણ આજ્ઞાનો શુક્લબંધ થાય છે. સર્વ જીવોને આવો બંધ સામાન્યપણે બારમા ગુણસ્થાને નિયમથી થાય છે. પરંતુ કોઈ વિરલા ભાવિ તીર્થંકર કે અતિ અતિ વિરલા ભાવિ ગણધરને છઠ્ઠા સાતમા ગુણસ્થાને પૂર્ણ આજ્ઞાનો શુક્લબંધ મળે છે. આવી સિદ્ધિ મેળવવા માટે શુક્લધ્યાનની સુડતાલીસ મિનિટ પૂરી થવી જરૂરી છે, સાથે
૪૮