________________
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
પ્રેરાશો એટલું વિશેષ સિદ્ધપ્રભુનું ઋણ એકત્રિત થશે. આ ભાવથી જીવ સહજતાએ રાગદ્વેષને તોડી શકે છે, અને પરમ વીતરાગતામાં સરી શકે છે. તેથી જ્યારે વિષમ પરિણામ થાય ત્યારે વિચારવું કે શ્રી સિધ્ધપ્રભુએ મને સંસારી ઋણને સિદ્ધ પ્રત્યેના ઋણમાં લઈ જવાની સુંદર તક આપી છે. વળી, સાનુકૂળ સંજોગોમાં વિચારવું કે સંસારના ક્ષણિક સુખને સિધ્ધના શાશ્વત સુખ પ્રતિ વાળવાની મને અમૂલ્ય તક મળી છે. આ ભાવ જ્યારે વેગવાન થાય છે ત્યારે જીવ એના પ્રત્યેક પ્રદેશમાં વિષમ પરિણામનાં સંસારી ઋણને સિદ્ધના ઋણમાં લઈ જવાનો હકાર અનુભવી, સિદ્ધ પ્રત્યેના ઋણને આજ્ઞા સહિત એકત્રિત કરતો જાય છે. આ ઋણ અમુક માત્રાએ પહોંચતા તેને આજ્ઞાના ધ્રુવબંધની પ્રાપ્તિ થાય છે.” “આજ્ઞાના ધુવબંધની સિદ્ધિ જીવે નિયમપૂર્વક મોડામાં મોડી ક્ષપક શ્રેણિના આઠમા ગુણસ્થાને મેળવવી પડે છે, જેના થકી એ અપૂર્વકરણ અને અધઃકરણ કરી શકે છે. જે વિરલા આત્માઓ આ સિદ્ધિને વહેલી અર્થાતુ છઠ્ઠા સાતમા ગુણસ્થાને મેળવે છે, તેઓ શ્રી સિધ્ધનું ઋણ સંજ્ઞાના સ્થળ ઉપયોગથી મેળવે છે. પરિણામે તે જીવે સ્વપરના કલ્યાણભાવમાં વધારે સ્પષ્ટતાથી અને વિશદતાથી જઈ શકે છે. આજ્ઞાનો ધુવબંધ થયા પછી જીવ માત્ર વિષમ પરિણામ વખતે જ આ ભાવમાં રહી શકે છે. સાનુકૂળ સંજોગોમાં કેટલીકવાર તે સંસારી ભાવમાં પણ સરી જાય છે.” “આજ્ઞાના ધુવબંધની આ અધુરપને ત્યાગીને જ્યારે તે જીવ આજ્ઞાના ધુવબંધથી આગળ વધવા જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી સંસારી સુખને ગૌણ કરે છે, અને સિદ્ધનાં સુખને આત્માના પ્રદેશ પ્રદેશથી પ્રાધાન્ય આપે છે, ત્યારે તેને શ્રી પ્રભુ તરફથી પૂર્ણ આશાના ધુવબંધની પ્રાપ્તિ થાય છે. સામાન્યપણે જીવને પૂર્ણ આજ્ઞાના ધુવબંધની પ્રાપ્તિ મોડામાં મોડી ક્ષપક શ્રેણિના દશમા ગુણસ્થાને થાય છે. જીવ જ્યારે સફળતા પૂર્વક અનિવૃત્તિકરણ કરી શકે છે ત્યારે તેને પૂર્ણ આજ્ઞાનો ધુવબંધ થાય છે.”
४७