________________
કેવળી પ્રભુનો સાથ
આજ્ઞાને વણી લે છે. સંવરમાં આજ્ઞા વણાવાથી જીવનાં કર્મના આશ્રવમાં મંદતા થાય છે, અને નિર્જરામાં આજ્ઞા વણાવાથી, આજ્ઞા પ્રેરિત સંવરમાં મળતી ધ્યાન તથા સમાધિ દશામાં પૂર્વ સંચિત કર્મોને જીવ પ્રદેશોદયથી બાળે છે. આ પ્રક્રિયાને વેગ મળે તે હેતુથી શ્રી પ્રભુ આપણને બોધ આપે છે કે,
અહો! સપુરુષની અવસ્થાને પામેલા આયુષ્યનો! તમે શ્રી સિધ્ધ ભગવાન પાસે એમની ઉત્તમ આજ્ઞારાધનનું વરદાન માગશો તો તે પ્રભુ તમારા ભાવ પૂરા કરવા અને પોતાની ઉત્તમ દાતાની પદવી સાર્થક કરવા, તમારા ભાવ અનુસાર અને યોગ્યતા અનુસાર તમને વરદાન આપશે. આ વરદાન જો તમે સ્વીકારશો તો તમે સિધ્ધપ્રભુનું ઋણ લેશો, અને નિયમાનુસાર તમે ગ્રહણ કરેલા ઋણથી તમારે મુક્ત થવું જ જોઈએ. આ ઋણની મુક્તિ તો જ્યાં સિધ્ધપ્રભુ બિરાજમાન હોય ત્યાં જ થઈ શકે. સિધ્ધપ્રભુ તો સિધ્ધભૂમિમાં જ રહે છે. તેથી તે વરદાન ઋણથી મુક્ત થવા માટે તમને સિધ્ધભૂમિમાં લઈ જશે. આ ભાવનો વિસ્તાર કરવાથી એક ઉત્તમ પ્રક્રિયા તમને જાણવા મળશે.” “વિચારો, તમે આ સંસારમાં શા માટે છો? તમે અનેક સંસારી જીવો સાથે ઋણાનુબંધ બાંધ્યાં છે, તે પૂરાં કરવાં તમારે સંસારમાં રહેવું પડે છે, અને દુ:ખી પણ થવું પડે છે. આ સંસારી ઋણને તમે જો સિદ્ધનાં ઋણમાં ફેરવી શકો તો સહજતાએ સંસારથી મુક્ત થઈ સિદ્ધભૂમિને મેળવી શકશો. આ ઇચ્છિત કાર્ય તમે કરશો કેવી રીતે? આ કાર્ય કરવા માટે જીવે વર્તમાનના વિભાવિક વર્તનને સ્વભાવમાં લાવવા માટે સિદ્ધપ્રભુની આજ્ઞામાં રહેવાનો નિયમ લેવો જોઈએ. તે ઉપરાંત પૂર્વકૃત સંચિત વિભાવિક પરિણામ વિપાક ઉદયમાં ન જતાં પ્રદેશોદયમાં જાય અને સમાધિરૂપ ધ્યાનદશાને સ્કૂલના ન પહોંચે એ કારણથી શ્રી સિદ્ધપ્રભુને આજ્ઞા આપવાની વિનંતિ કરવી જોઇએ. આ માર્ગ સુગમ લાગવા છતાં ઘણો ઊંડો છે. ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ.” માટે આ આરાધન કરવા તમે જેટલા વહેલા