________________
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
સ્વરૂપને સતત સર્વકાળ માટે માણનાર સર્વ શ્રી સિદ્ધપ્રભુને વારંવાર કોટિ કોટિ વંદન કરી, એ ઋણ મેળવવાની ચાવી વર્તમાન તથા ભાવિના શ્રી અરિહંત પ્રભુ આદિ સર્વ પંચપરમેષ્ટિ ભગવંત પાસે માગીએ છીએ તથા તેની સહાયથી સર્વ કર્મ સામે વિજયી થવાના આશીર્વાદ માગીએ છીએ. - જિન સિદ્ધાંત કહે છે કે જ્યાં જ્યાં જીવને ઋણાનુબંધ હોય છે ત્યાં ત્યાં તે જીવે ઋણમુક્તિ માટે જવું પડે છે. આ જ સિદ્ધાંતને આપણે શ્રી પંચપરમેષ્ટિની કૃપાથી અને શ્રી ગુરુના હેતના બળથી વિચારીએ. જે જે આત્મા પૂર્ણ થાય છે, તે તે આત્મા નિયમથી ક્યારેક ને ક્યારેક પૂર્ણ શુધ્ધ થઈ સિદ્ધભૂમિમાં સાદિ અનંતકાળ માટે બિરાજમાન થાય છે. પૂર્ણતા પામેલા આત્મા વીતરાગતાને વેદે છે. તે આત્મા જ્યારે એક સમય માટે યોગ સાથે જોડાય છે ત્યારે તેઓ મુખ્યતાએ કલ્યાણભાવમાં રત રહે છે. તે વખતે તેઓ પોતાની સિદ્ધિની ભાવના કરતા નથી. આ આત્મા પૂર્ણતાએ શુધ્ધ થયા પછી સાદિ અનંતકાળ માટે સિદ્ધભૂમિમાં જાય છે, તેથી તે આત્મા પાસે ત્યાં જઈ ઋણમુક્ત થવાની અપેક્ષાએ એટલું ઋણ એકત્રિત હોવું જોઇએ, અને તે પણ શ્રી સિદ્ધપ્રભુ સંબંધી હોવું જોઇએ. વળી, એ ઋણ એવા પ્રકારનું હોવું જોઇએ કે એક વખત તે ઋણ ચૂકવવાનું શરૂ થયા પછી ક્યારેય અટકે નહિ. આપણી અલ્પ મતિથી આ સમજવું ઘણું કઠણ છે. પરંતુ શ્રી પ્રભુ અને શ્રી ગુરુનાં પરમેષ્ટિ યોગબળથી આ કઠિનતા સુલભતામાં પલટાઈ જાય છે. એમની આજ્ઞામાં પૂર્ણતાએ રહેવાથી આ પ્રશ્નનું સમાધાન મળે છે.
આપણે સમજ્યા તે પ્રમાણે સિધ્ધપ્રભુ પ્રતિનું ઋણ આત્મા તેરમા કે ચૌદમાં ગુણસ્થાને મેળવી શકતો નથી; એટલે કે આ ઋણ જીવે છદ્મસ્થ અવસ્થામાં જ મેળવવું પડે છે. આ કારણે આ કાર્ય જીવ મુખ્યતાએ છઠ્ઠા અને સાતમા ગુણસ્થાને કરે છે. જીવ જ્યારે છઠ્ઠા સાતમાં ગુણસ્થાને ક્ષપક શ્રેણિ માટે તૈયારી કરે છે ત્યારે તેને સ્પષ્ટ બોધ મળે છે કે તેને માટે ચારિત્રની ખીલવણી કરવી અનિવાર્ય છે. ચારિત્ર એટલે શ્રી પ્રભુની આજ્ઞામાં રહી, પોતાના રાગદ્વેષને તથા કષાયને ક્રમથી ઘટાડતા જઈ નિઃશેષ કરવા. આ કાર્ય કરવા માટે જીવ સંવર તથા નિર્જરાનાં ઉત્તમ સાધનોમાં
૪૫