________________
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
કોઈ ઉપસર્ગ સંભવતા નથી. સર્વ પ્રદેશ પૂર્ણ આન્નાના શુકુલબંધમાં આવી જાય ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે.
આવી અપૂર્વ સિદ્ધિનો લાભ અતિ અતિ વિરલા જીવોને જ છદ્મસ્થપણામાં પ્રાપ્ત થાય છે કારણ કે મોટા ભાગના મહાત્માઓ શુકુલધ્યાનની એટલી મિનિટે પહોંચ્યા પહેલાં જ ક્ષપક શ્રેણિ માંડી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લે છે. જીવ શુકુલધ્યાનની પંદર મિનિટે પહોંચ્યા પછી શ્રેણિની તૈયારી કરી શકે છે અને ૨૫ કે ૩૦ મિનિટે પહોંચતા ક્ષપક શ્રેણિનો લાભ લઈ કેવળી પર્યાય અનુભવે છે. આ બધા તત્ત્વોનો વિચાર કરતાં સમજાય છે કે પ્રભુની આજ્ઞાએ ચાલવાથી જીવ ઘણા ટૂંકા ગાળામાં શિવ થઈ શકે છે, અને અન્યને શુદ્ધ થવા માટે સહાય પણ સારી રીતે કરી શકે છે. આજ્ઞા માર્ગની સિદ્ધિ પામી જીવ પૂર્ણ કલંક રહિત અડોલ દશાને ત્વરાથી મેળવી શકે છે.
આજ્ઞા એ ધર્મરૂપી સનાતન તથા મંગલરૂપ માર્ગને પોષણ આપનાર મહત્ત્વનું ઈધન છે. જ્યાં સુધી ધર્મ છે, ત્યાં સુધી આજ્ઞા છે; અને જ્યાં સુધી આજ્ઞા છે ત્યાં સુધી ધર્મ છે. તેથી ધર્મ અનાદિ અનંત હોવાને લીધે આજ્ઞા પણ અનાદિ અનંત છે. આજ્ઞામાં પાંચ સમવાયની અગુરુલઘુતા છે, જેનાથી આજ્ઞાનાં મહાભ્ય, તીક્ષ્ણતા તથા સામર્થ્ય ત્રણે કાળમાં સમાન રહે છે.
આજ્ઞા દ્રવ્યરૂપે માર્ગ તથા કલ્યાણનાં પરમાણુનું રૂપ ધારણ કરે છે; ક્ષેત્રરૂપે કર્મભૂમિ, ભોગભૂમિ, તથા મરુભૂમિના પર્યાયનું રૂપ ધારણ કરે છે; કાળરૂપે આજ્ઞા કાળની અસમાનતાને સમાન બનાવે છે, ભાવની અપેક્ષાએ સ્વભાવનું રૂપ ધારણ કરે છે; અને ભવરૂપે ચરમ શરીર કે અન્ય શરીરની પર્યાયો ધારણ કરે છે. આ પાંચ સમવાયના જુદા જુદા સ્થિતિ સંજોગના સંમેલનથી આજ્ઞાની અનંત પર્યાયો થાય છે. આવી અનંત પર્યાયો હોવા છતાં આજ્ઞાનું મૂળ માત્ર એક જ છે; ભાવાર્થ એક જ છે, ધ્યેય એક જ છે. વિચારતાં દ્વિધા થાય કે અનંત પર્યાયોનું મૂળ એક કેમ થઈ શકે?
શ્રી પ્રભુ અનંતાનંત ઉપકાર કરી ખુલાસો આપે છે કે, “વત્સ! આજ્ઞાનું મૂળ બે વિભાગે છેઃ “આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપ.” આજ્ઞારૂપી ધર્મ તે નિજ
૫૧