________________
કેવળી પ્રભુનો સાથ
સ્વભાવની પરમ ઈષ્ટ, સમાધિમય, સ્થિર, વીતરાગમય દશા છે. એ સ્વરૂપ આનંદમય તથા ગુણગ્રહણ સંપન્ન ઉત્કૃષ્ટ સ્થિતિ છે. આ સ્થિતિ જીવના તથા આત્માના પરમ પુરુષાર્થની પ્રસાદીરૂપ પુરસ્કાર છે. આજ્ઞારૂપી તપ એ જીવના પુરુષાર્થમય પુરુષાર્થ સાથે આત્માનો સહજરૂપ પુરુષાર્થ છે. આજ્ઞારૂપી તપ પાંચ સમવાયની ભિન્નતાને સ્વીકારી તેને એકરૂપ બનાવવાનો ઉદ્યમ છે. જીવ જ્યારે પ્રાથમિક અવસ્થામાં પુરુષાર્થ માંડે છે ત્યારે આજ્ઞારૂપી તપ મૂળ કારણ (cause) છે. અને આજ્ઞારૂપી ધર્મ એ કાર્ય કે પરિણામ (effect) હોય છે. આત્મશુદ્ધિમાં થોડું આગળ વધ્યા પછી ધર્મ કારણ અને તપ કાર્ય બને છે. તેથી વિશેષ વિકાસ થતાં ક્યારેક ધર્મ તો ક્યારેક તપ કારણ હોય છે અને બીજું કાર્ય બને છે. અર્થાત્ તપ કે ધર્મ કાર્ય હોય છે. શ્રી સિદ્ધપ્રભુ માટે બંને કાર્ય તથા કા૨ણ સાથે રહે છે. આજ્ઞાની આવી અપૂર્વ સ્થિતિને જ્ઞાનીઓ “પૂર્ણ કલંક રહિત અડોલ દશા” રૂપે ઓળખાવે છે.'
આવી પૂર્ણ કલંકરહિત અડોલ દશાને શ્રી સિદ્ધપ્રભુ સતત માણે છે, શ્રી કેવળીપ્રભુ મુખ્યતાએ વેદે છે અને માણે છે; અને છદ્મસ્થ આત્મા માટે તેના પુરુષાર્થ પર આધાર રાખે છે. પુરુષાર્થ અનુસાર તે જીવ અમુક અમુક કાળના અંતરે તેનું વેદન કરી શકે છે. આવી પૂર્ણ કલંકરહિત અડોલ દશાને જ્ઞાની મહાત્માઓ કેટલીકવાર “આજ્ઞારસ” રૂપે પણ ઓળખાવે છે. “આજ્ઞારસ” નો સ્થૂળ અર્થ થાય છે ‘સુધારસ’. પરંતુ તેનો સૂક્ષ્મ અર્થ છે ‘આજ્ઞારૂપી ધર્મ’ તથા “આજ્ઞારૂપી તપને” એક જ સમયે ઉત્કૃષ્ટતાએ માણી અથવા વેદી એકબીજા માટે કાર્યકારણ બનવું. આ આજ્ઞારસ માણવા તેનો ત્રિકોણ બનવો જરૂરી છે. તે કેવી રીતે બને છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તેનો ખુલાસો આપણને શ્રી પ્રભુ પાસેથી વિનંતિ કરતાં મળે છે.
છદ્મસ્થ અવસ્થામાં આત્મા આરાધન કરે છે ત્યારે પ્રભુકૃપાથી તે આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપ એક સાથે આરાધી મહાસંવર માર્ગમાં ત્વરાથી પ્રયાણ કરવા ઇચ્છે છે. પરંતુ થાતી અઘાતી કર્મનાં સંયુક્ત ઉદયને કારણે એ બે વચ્ચે સમાનતા ન રહેતાં તરતમપણું સર્જાયા જ કરે છે, અને યથાર્થ આરાધન સંભવતું નથી. બેમાંથી
૫૨