________________
પૂર્ણ આજ્ઞાસિદ્ધિ – પૂર્ણ કલંકરહિત અડોલ દશા
એકનું ઉત્કૃષ્ટપણું થાય છે અને બીજાનું મંદપણું રહે છે. આ બે પુરુષાર્થ વચ્ચેનું તરતમપણે તોડવામાં પોતે રહેલા સિધ્ધપ્રભુનાં પરમાણુઓમાંથી મળતો આજ્ઞારસ મદદે આવે છે. આ રસની સહાયથી આત્મા આજ્ઞારૂપી ધર્મની ઉત્કૃષ્ટતા કે આજ્ઞારૂપી તપની ઉત્કૃષ્ટતા સુધી એ બીજા ભાગને ઉત્કૃષ્ટ બનાવે છે, અર્થાત્ એ રસની મદદથી આજ્ઞારૂપી ધર્મની ઉત્કૃષ્ટતા આજ્ઞારૂપી તપને ઉત્કૃષ્ટ કરે છે અને એ જ રીતે આજ્ઞારૂપી તપની ઉત્કૃષ્ટતા આજ્ઞારૂપી ધર્મને ઉત્કૃષ્ટ કરે છે. આમ બંને પુરુષાર્થની સમાન સ્થિતિ થવાથી તે બંને વચ્ચેનું અંતર ઘટતાં ત્રિકોણના મધ્યબિંદુ (mid-point) પર તે બંને મળે છે, અને એનો સમભુજ ત્રિકોણ (equilateral triangle) સર્જાય છે.
સિધ્ધ પ્રભુનાં પરમાણુઓ
આજ્ઞારસ
આજ્ઞારૂપી ધર્મ
આજ્ઞારૂપી તપ Cause and Effect
આ ત્રિકોણના મધ્યબિંદુ ઉપર સિધ્ધભગવાન જે આજ્ઞારસને માણે છે, તેના પરમાણુઓની અમુક નિર્ધારિત સંખ્યા એકઠી થાય છે ત્યારે આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપના સમાન (identical) ઉત્કૃષ્ટ મિશ્રણમાં (નં. ૨) પંચ પરમેષ્ટિના પરમાણુઓનું ત્રિકોણ આવે છે. અને એમાં કઈ પ્રક્રિયા થાય છે તે જાણવાથી આજ્ઞારસની મદદ આત્માને કેવી રીતે મળે છે, અને છેવટનો વિકાસ કરી પૂર્ણ શુદ્ધ
૫૩