________________
શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ
ગૌણ કરી, દાતાની શક્તિ તથા વિશાળતામાં અહોભાવભીના ભાવથી ઉપજતી ભક્તની લાગણી ભરેલી રાગદાયી લબ્ધિ તથા સિદ્ધિની પ્રાપ્તિના લોભથી ભરેલી વિનંતિ છે. જો આપણે અહીં એમ વિચારીએ કે પ્રાર્થનામાં દાતાર પાસે સિદ્ધિ માટે સ્પષ્ટ માંગણી છે, તો જ્યારે આચાર્યજી પ્રાર્થના કરે છે ત્યારે એમનો અરૂપી કલ્યાણભાવને વધારવાનો અતિદુષ્કર પુરુષાર્થ કેવી રીતે જળવાય છે? શ્રી પ્રભુ એમની અવર્ણનીય કરુણાથી આ દાસને અતિ સ્પષ્ટ સમજાય તેવો છતાં સરળ અને સચોટ ઉત્તર આપે છે.
“પ્રાર્થના એ ઇચ્છિત વસ્તુની સિદ્ધિ કે પ્રાપ્તિ અર્થે દાતાર પાસે કરેલી માંગણી છે. શ્રી આચાર્યજી એ મોન અરૂપી પુરુષાર્થમાં જે અપૂર્વ શાંતિ તથા સુખ અનુભવે છે તે સુખ અને શાંતિ અકથ્ય તથા શબ્દાતીત છે. આવું માત્ર અનુભવગમ્ય સુખ એમને સહજ પ્રકારે મૌન કરે છે, જેથી એમનાં આજ્ઞાપાલનના વેગમાં ખાંચ આવે નહિ. તે માટે તેઓ યાચના કરે છે, માંગણી કરે છે, પણ પૂર્ણ આજ્ઞામાં રહીને. આ આજ્ઞા એમને રૂપી ગુરુ કે વ્યક્તિગત પ્રભુ પાસે માંગણી ન કરાવતાં આજ્ઞા પાસે જ માંગણી કરાવે છે. આ આજ્ઞા એ કોઈ રૂપી, મર્યાદિત આકાર નથી, પણ તે છે ચેતનરૂપ, ચેતનસ્વરૂપ, અનાદિ અનંત શાશ્વત પંચપરમેષ્ટિ ભગવંતનો આજ્ઞારસ, પંચપરમેષ્ટિ ભગવંતનો આ આજ્ઞારસ ભલે પુદ્ગલથી સર્જાયો હોય છે, પણ એ પુદ્ગલની અવગાહના ચેતનસ્વરૂપ તથા ચેતનભાવને રહેવા માટે જગ્યા આપે છે. આ ચેતન પુદ્ગલ આજ્ઞાને જીવંત-જીવિત રાખવા પાંચ અસ્તિકાય તથા પાંચ સમવાય અપાત્ર જીવ પાસે ગુપ્ત રીતે અને સુપાત્ર જીવ પાસે અબાધિતપણે ખુલાસો કરે છે. આચાર્યજી અને તેમાં પણ ખાસ કરીને શ્રી ગણધરજી પ્રથમનાં ચાર જ્ઞાન વિપુલતાથી ધરાવનાર હોય છે, ચૌદ પૂર્વધારી તથા શ્રુતકેવળી પણ હોય છે. આવા અપૂર્વ જ્ઞાનને ધરાવનાર હોવા છતાં તેમની યાચના બાળક જેવી સરળ, સ્પષ્ટ તથા નિર્માની હોય છે. આ સમજણથી
૧૦૭