________________
શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ
એનું કમી
મરિન
- -
આસ્થા આચાર્ય
નિર્વેદ
(ઉપાધ્યાય
થાત્રિ
સાધુસાધી
મુદોમ
આ આકૃતિમાં ત્રણ એ રત્નત્રયની આરાધનાનું પ્રતિક છે. સર્વ પંચપરમેષ્ટિ ભગવંત જ્ઞાન, દર્શન તથા ચારિત્ર એ ત્રણ રત્નનું આરાધન પોતપોતાની કક્ષા પ્રમાણે સતત કરતા રહે છે. અને સાથે સાથે તે પાંચે ભગવંતના હૃદયમાં સહુ જીવોનું કલ્યાણ થાઓ એ ભાવ તેમની કક્ષાની તરતમતા અનુસાર વેદાતો હોય છે, આ ભાવ જ્યારે તેમના હૈયામાં ઉત્કૃષ્ટપણે વેદાય છે ત્યારે તેમના દેહમાંથી કલ્યાણભાવનાં પરમાણુનો ધોધ અન્ય જીવો પ્રતિ વરસે છે. તેમાં શ્રી અરિહંત પ્રભુએ આ ભાવ છદ્મસ્થ અવસ્થામાં ખૂબ ઘૂંટેલો હોવા છતાં ખૂબ વહાવ્યો હોતો નથી. તેથી તેઓ પૂર્ણ થાય તે પછી તેમનો એ ભાવ ધોધરૂપે સતત વહ્યા કરે છે. ગણધરે પણ એ ભાવ પૂર્વ જન્મોમાં ખૂબ ઘૂટયો હોવાથી, અને સંઘર્યો હોવાથી તેમનું ગણધરપદ ઉદયમાં આવે ત્યારે શ્રી પ્રભુની આજ્ઞાથી તેમનામાંથી પણ એ ધોધ ખૂબ પ્રવહે છે અને તેમને કેવળજ્ઞાન થાય ત્યાં સુધી તેનો પ્રવાહ અટકતો નથી કે મંદ થતો નથી. બાકીના ત્રણ પરમેષ્ટિને તેમની કક્ષા તથા ભાવ અનુસાર આ કલ્યાણભાવનો પ્રવાહ તેમના પદના ઉદયથી શરૂ કરી કેવળજ્ઞાન થાય ત્યાં સુધી સતત વહેતો રહે છે. આમ પાંચે પરમેષ્ટિનાં હૃદયમાંથી મુખ્યતાએ અને દેહના અન્ય ભાગોમાંથી ગૌણતાએ, તેમને તે પદનો ઉદય હોય ત્યાં
૧૪૭