________________
કેવળી પ્રભુનો સાથ
સુધી ‘સર્વ જીવનું કલ્યાણ થાઓ' એ ભાવથી ભરેલાં કલ્યાણનાં પરમાણુઓનો પ્રવાહ નીકળ્યા કરતો હોય છે અને તેનો લાભ જગતના સર્વ ઇચ્છુક પાત્ર જીવોને મળતો રહે છે. આ રહસ્યને ગુપ્તતાથી, ત્રણના આંકના મધ્યભાગમાંથી નીકળતી પૂંછડી દ્વારા ફ્રૂટ કર્યું છે. આ પૂંછડીનો વણાંક નીચે તરફ જાય છે એવું સૂચવન કરે છે કે આ પ્રવાહનો રસ સહુ પાત્ર જીવો ઝીલવા, અમૃતવર્ષા રૂપે માણવા સમર્થ બનશે. તેની સાથે પૂંછડી ઉપર સર્જાયેલું ચંદ્રબિંદુ એ સૂચવે છે કે સર્વ પંચપરમેષ્ટિ આત્માઓ તેમના આ કલ્યાણભાવને લીધે તથા રત્નત્રયની આરાધનાના કારણથી ઉર્ધ્વગામી થવાય, તેમને ઉચ્ચ દશામાં લઈ જાય એવી બ્રહ્મરસ સમાધિ પ્રાપ્ત કરે છે. આવી બ્રહ્મરસ સમાધિ તેમને સતત વર્તે તથા એમની રત્નત્રયની આરાધનાથી તથા કલ્યાણકાર્યથી એ સમાધિને સતત ઉદિપ્ત રાખે એવું પૂર્ણ પંચપરમેષ્ટિનું આજ્ઞાકવચ તેમને મળે છે.
આ ભેદરહસ્યનો વિસ્તાર થતાં રત્નત્રયની આરાધનાનું પરિમાણ આપણને જાણવા મળે છે. ૐની આકૃતિનો વિશેષ અભ્યાસ કરીએ ત્યારે સમજાય છે કે રત્નત્રયની આરાધનામાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની સિદ્ધિ કરવામાં ક્યા પરમેષ્ટિનો કેટલો ફાળો રહેલો છે. ૐ માં ત્રણની આકૃતિમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રનો પુરુષાર્થ સમાયેલો છે. ઉપરમાં જે અર્ધ ચંદ્રમા જેવી આકૃતિ છે તે પૂર્ણ પરમેષ્ટિનું આજ્ઞાકવચ છે, અને વચમાનું બિંદુ સર્વની એકતારૂપ શમ ગુણનું પ્રતિક છે. ૐની ત્રણની આકૃતિમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રના ત્રણ ભાગ પડે છે; ઉપરનો શમનો ભાગ (અર્ધચંદ્રાકાર ભાગ) જ્ઞાન, દર્શન, ચારિત્રથી પર હોવાથી તેની ગણતરી કરવાની રહેતી નથી. તેની નીચેના ભાગથી જ્ઞાનનો ભાગ શરૂ થાય છે. આ જ્ઞાનના વિભાગમાં થોડો અંશ સિદ્ધ ભગવાનના શમ ગુણનો, અને મુખ્ય અંશ અરિહંત પ્રભુના અનુકંપા ગુણનો બનેલો છે. એટલે કે જ્ઞાનની પ્રાપ્તિ કરવામાં શમનો નાનો હિસ્સો અને અનુકંપાનો મુખ્ય હિસ્સો હોય છે. એ પછી દર્શનગુણનો વિભાગ આવે છે. દર્શન અમુક અંશે અરિહંત પ્રભુની અનુકંપાથી અને મુખ્યતાએ આચાર્યજીના આસ્થાના ઉપયોગથી પ્રાપ્ત થાય છે. જ્ઞાન અને દર્શનના વિભાગ કદમાં લગભગ સરખા જોવા મળે છે, એટલે કે તેની
૧૪૮