________________
શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ
ખીલવણીમાં લગભગ સમાન વીર્યનો ઉપયોગ થાય છે. અને પછીનો ચારિત્રનો વિભાગ કદમાં સૌથી મોટો છે. તે વિભાગ આચાર્યજીની આસ્થાથી શરૂ કરી, ઉપાધ્યાયજીના નિર્વેદને તથા સાધુસાધ્વીના સંવેગને કાર્યાન્વિત કરવાથી સર્જાય છે. આવા ચારિત્રની ખીલવણી માટે વિશેષ વીર્ય વપરાય છે, માટે તેનો વિભાગ વધુ જગ્યા રોકે છે. આ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી રત્નત્રયના ત્રિવેણી સંગમમાં, ત્રણના મધ્ય ભાગમાંથી, જે કલ્યાણની પ્રક્રિયા દર્શાવનાર પૂંછડી નીકળે છે તે આચાર્યજીની આસ્થાથી શરૂ થઈ, અરિહંત પ્રભુની અનુકંપામાંથી યોગબળ તથા આજ્ઞાબળ લઈ તે આસ્થા નિર્વેદ અને સંવેગમાં સરે છે. આ પ્રકારે વિચારતાં ૐની આકૃતિમાંથી નિષ્પન્ન થતું શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનું સ્વરૂપ આપણને સમજાય છે.
અહો ! શ્રી જિનપ્રભુની અમૃતમય વાણી, શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ મેળવવા માટે (કાર્યકારી કરવા માટે) અમૃતબોધ તથા અમૃતસાગર સમાન છે. હે પ્રભુ! તમારી કૃપાથી અને આજ્ઞાથી આ વાણીને ઝીલી, એને રત્નત્રયની આરાધના માટે પ્રવૃત્ત કરી, કલ્યાણમય અમૃતધારામાં સરી, અમારો આત્મા અતિ દુર્ગમ એવા પૂર્ણ પંચપરમેષ્ટિ પ્રભુનાં આજ્ઞાકવચને મેળવવા સુભાગી થાય એવી કૃપા કરો. સાથે સાથે આ સિદ્ધિને પ્રાપ્ત કરી, સાદિ અનંત કાળ માટે અબાધિત અયોગી બ્રહ્મરૂપ સિદ્ધ દશાને માણીએ એવી ભાવના ભાવીએ છીએ. તમારા આ અવર્ણનીય ઉપકારનો બદલો અમે એક જ રીતે વાળી શકીએ એમ છીએ, અને તે છે તમને પૂર્ણ સંતોષ થાય એવી શુદ્ધ અને નિર્દોષ આચરણા કરીને. તો હે પ્રભુ! આવી ઉત્તમ આચરણા અમને આપો, અને આપના આ ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા અમને યોગ્ય સામર્થ્ય, શક્તિ તથા સિદ્ધિ આપો. આ પ્રાર્થના સાથે અમે આપને ભાવથી વંદન કરીએ છીએ.
૧૪૯
ૐ શાંતિઃ