________________
કેવળી પ્રભુનો સાથ
નિર્વેદરૂપ આજ્ઞારસ દ્વારા નિર્વેદ પ્રેરિત સંવેગ, નિર્વેદ પ્રેરિત નિર્વેદ, નિર્વેદ પ્રેરિત આસ્થા, નિર્વેદ પ્રેરિત અનુકંપા તથા નિર્વેદ પ્રેરિત શમથી સભર પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુનું સર્જન કરે છે. આ કાર્યથી ઉપાધ્યાયજીનો શમ વધતાં તેઓ નિર્વેદ પ્રેરિત માર્ગથી અપૂર્વ બ્રહ્મરસ સમાધિના કર્તા તથા ભોક્તા બને છે.
અન્ય પરમેષ્ટિનાં પંચામૃત
એ જ પ્રમાણે શ્રી આચાર્યજી આસ્થા પ્રેરિત પંચપરમેષ્ટિ પ્રભુનાં કલ્યાણનાં પરમાણુનું સર્જન કરે છે, શ્રી અરિહંત પ્રભુ અનુકંપા પ્રેરિત શ્રી પંચપરમેષ્ટિ પ્રભુનાં કલ્યાણનાં પરમાણુ સર્જે છે અને શ્રી સિદ્ધ ભગવાન શમ પ્રેરિત શ્રી પંચપરમેષ્ટિ પ્રભુનાં કલ્યાણનાં પરમાણુનું સર્જન કરે છે. આ પંચપરમેષ્ટિ પ્રભુની વ્યક્તિગત પ્રક્રિયાથી આચાર્યજી આસ્થા પ્રેરિત બ્રહ્મરસ સમાધિ, અરિહંતપ્રભુ અનુકંપા પ્રેરિત બ્રહ્મરસ સમાધિ તથા સિદ્ધપ્રભુ શમ પ્રેરિત બ્રહ્મરસ સમાધિ અનુભવે છે.
આ સર્વ બ્રહ્મરસ સમાધિ મુખ્યપણે લોકનાં કર્મભૂમિનાં સ્થાનમાં આજ્ઞારસ પ્રેરિત સમ્યક્ ૐ ધ્વનિના પુદ્ગલ આજ્ઞારસને રચે છે. જેને શ્રી તીર્થંકર પ્રભુ અને અપવાદરૂપ કેવળીપ્રભુ ધારણ કરી (ગણધર કેવળી થયા પછી પ્રભુ સાથેના અમુક ભવ્ય ઋણાનુબંધને કારણે આ કાર્ય કરે છે) સ્થૂળરૂપથી ૐ ધ્વનિ રૂપે જગતજીવોને તેનું પાન કરાવે છે. આ ૐૐ ધ્વનિના પુદ્ગલ આજ્ઞારસની રચના કેવી હોય છે તે આપણે શ્રી પ્રભુના આશ્રયથી જાણવા પ્રયત્ન કરીએ.
શ્રી પ્રભુ આપણને સમજાવે છે કે ૐની રચના પાછળ એક અતિ ગુપ્ત રહસ્ય સમાયેલું છે. ૐની આકૃતિમાં ૩
ત્રણના મધ્યભાગમાંથી એક લાંબી
પૂંછડી નીકળે છે અને તેના ઉપર અર્ધચંદ્ર જેવું બિંદુ રહેલું છે. આ આકારનો ભેદ સમજવા યોગ્ય છે.
૧૪૬
-