________________
શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ
આ પ્રક્રિયા કેવી રીતે થાય છે તેને આપણે શ્રી પ્રભુની કૃપાથી અને આજ્ઞાથી સમજીએ.
શ્રી સાધુસાધ્વીનું પંચામૃત
શ્રી સાધુસાધ્વીજી પોતાના સંવેગના ભાવને પોતાના પુરુષાર્થમાં વણે છે. તેની સાથે સમૂહગત લોકકલ્યાણની ભાવનાને ઉત્કૃષ્ટ રૂપે દીપાવે છે. આ બંને ભાવનો અપૂર્વ સંગમ એક અપૂર્વ પ્રક્રિયાની આદિ કરાવે છે. સંવેગભાવ એ એમનો લક્ષગત પુરુષાર્થ છે, તેથી એમના આજ્ઞારસમાં સંવેગનો ભાવ ભળે છે. તેમની લોકકલ્યાણની ભાવનાને લીધે તેઓ શ્રી પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુનો આશ્રવ કરે છે. શ્રી પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુઓમાં સમ્યક્ત્વનાં બધાં લક્ષણો સમાયેલાં છે કેમકે શ્રી પંચપરમેષ્ટિના પ્રત્યેક પ્રભુનો પુરુષાર્થ સમ્યક્ત્વનાં એકએક લક્ષણનાં લક્ષથી વિભૂષિત થયો હોય છે. તેથી પાંચેના લક્ષગત પુરુષાર્થનો સ૨વાળો કરીએ તો બધાં જ લક્ષણો તેમાં આવી જાય છે. એ પરમાણુઓમાં સંવેગરૂપ આજ્ઞારસ પુદ્ગલરૂપ બરફમાં કેદ થયેલ હોય છે, ત્યારે શ્રી સાધુસાધ્વીનો લક્ષગત પુરુષાર્થ તાજા સંવેગરૂપી આજ્ઞારસને પંચપરમેષ્ટિનાં પરમાણુ સાથે મેળાપ કરાવે છે. આ મેળાપથી પરમાણુના સંવેગરૂપ આજ્ઞારસને તાજો સંવેગરૂપ આજ્ઞારસ ઓગાળે છે, પરિણામે એ સંવેગરૂપ પરમાણુઓ, અન્ય પંચપરમેષ્ટિનાં પરમાણુના સંવેગ આજ્ઞારસથી પ્રેરાઈ સંવેગ પ્રેરિત સંવેગ, સંવેગ પ્રેરિત નિર્વેદ, સંવેગ પ્રેરિત આસ્થા, સંવેગ પ્રેરિત અનુકંપા તથા સંવેગ પ્રેરિત શમમાં પરિણામે છે; અને તેનાથી સંવેગ પ્રેરિત પંચપરમેષ્ટિ પરમાણુનું સર્જન થાય છે. આ અપૂર્વ કાર્યથી સાધુસાધ્વીનો શમ વધે છે અને તેઓ સંવેગ પ્રેરિત માર્ગથી અપૂર્વ બ્રહ્મરસ સમાધિના કર્તા તથા ભોક્તા બને છે.
શ્રી ઉપાધ્યાયજીનું પંચામૃત
શ્રી ઉપાધ્યાયજી નિર્વેદ પ્રેરિત આજ્ઞારસ સાથે લોકકલ્યાણની ભાવના કરે છે. અને સાધુસાધ્વી માટે જે પ્રક્રિયા થાય છે એ જ પ્રક્રિયા પ્રમાણે તેઓ
૧૪૫