________________
શ્રી કેવળીપ્રભુનો સાથ
શ્રી તીર્થંકર પ્રભુના આઠ કેવળીગમ્ય પ્રદેશો તથા તેમના અન્ય આઠ શુધ્ધ પ્રદેશોમાંથી બે બે પ્રદેશનાં આઠ જોડકાં બને છે; જેમાં એક કેવળીગમ્ય પ્રદેશ અને એક શુધ્ધ પ્રદેશ સાથે રહી જોડકું બનાવે છે. જીવના જે આઠ પ્રદેશો કેવળીગમ્યપણું પામવાના હોય છે તે, જીવના નિત્યનિગોદમાંથી નીકળતી વખતના રુચક પ્રદેશની આકૃતિની સમાન આકૃતિના બને છે. આ ભાવિ કેવળીગમ્ય પ્રદેશોના વાતાવરણમાં શ્રી તીર્થંકર પ્રભુના પ્રદેશોના જોડકાં સ્થાન પામે છે. એ વખતનું ચિત્ર શ્રી પંચપરમેષ્ટિ પ્રભુની આજ્ઞાથી દોરવા પ્રયત્ન કર્યો છે.
આઠ સમય માટે અહીં દોરેલા ચિત્ર પ્રમાણે જીવના આઠ ભાવિ કેવળીગમ્ય પ્રદેશો પર, શ્રી તીર્થંકર પ્રભુના બે બે પ્રદેશો વીંટળાઈને સ્થાન ગ્રહે છે. આઠ સમય
જીવનો ભાવિ કેવળીગમ્ય પ્રદેશ
ૐ નાદ
તીર્થંકર પ્રભુનો કેવળીગમ્ય પ્રદેશ
ૐ નાદ
ૐ ધ્વનિ
ઉપરનું છેદક દશ્ય
૧૮૧
ૐ ધ્વનિ
તીર્થંકર પ્રભુનો અન્ય શુધ્ધ પ્રદેશ
તીર્થંકર પ્રભુનો કેવળીગમ્ય પ્રદેશ
જીવનો ભાવિ કેવળીગમ્ય પ્રદેશ
તીર્થંકર પ્રભુનો અન્ય શુધ્ધ પ્રદેશ