________________
શ્રી પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બ્રહ્મરસ સમાધિ
જાય છે, અર્થાત્ તે આત્મા વધારે સમય માટે યોગથી જુદો રહી શકવા સમર્થ થતો જાય છે. અને એ જ રીતે આગળ વધી, આઠ સમય સુધી યોગથી જુદા રહી, કેવળી સમુદ્ધાત કરી, યોગને રુંધી તેઓ મોક્ષભૂમિમાં જાય છે. આ વિનય દ્વારા સિદ્ધ પ્રભુને અને તેમની કેવળી પર્યાયની સિદ્ધ સદશ દશામાં સતત પંચામૃતરૂપ પૂર્ણ કલંકરહિત આજ્ઞારસ એમના શુધ્ધ આત્મામાં ચૈતન્યઘનના માધ્યમથી ઝરે છે. જેની સહાયથી તે પૂર્ણાત્મા અનંતાનંત કાળ સુધી પૂર્ણ આજ્ઞા પ્રેરિત પૂર્ણ સહજાનંદને માણી શકે છે.
અહો પ્રભુ! તમારી કરુણા અપરંપાર છે. અમારા જેવા દીન, મંદબુદ્ધિવાળા જીવને આવું તીક્ષ્ણ, અઘરું અને અટપટું જ્ઞાન સાદા, સરળ શબ્દોથી સમજાવી તમે મહાન ઉપકાર કર્યો છે. આ માટે અમારા દેહના રોમેરોમથી તથા આત્માના પ્રદેશ પ્રદેશથી એ જ ભાવ ગુંજે છે ‘તમારી ચરણસેવારૂપ પૂર્ણ આજ્ઞાથી અમે ‘થાશું તેજ સ્વરૂપ જો.”
પ્રેમ પ્રેરિત લાગણી ભક્તિની જનની છે. ભક્તિ પ્રેરિત નિરપેક્ષ ભક્તિ આજ્ઞાની જનની છે. આજ્ઞા એ પરમ વિનય, પરમ આભાર અને પરમ ભક્તિની જનની છે. પરમેષ્ટિ ભક્તિના ભાવથી અને લોક વિનય તથા લોક આભારના માધ્યમથી લોકભક્તિ ઉપાર્જન થાય છે. લોકભક્તિ લોકઆજ્ઞાને ઉપજાવે છે, જે પરાભક્તિ તથા આજ્ઞાની ઉત્કૃષ્ટતાવાળા આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગનું ચારિત્ર રૂપે રોમેરોમ તથા પ્રદેશ પ્રદેશમાં સિંચન કરે છે.
“અહો ! કેવી અપૂર્વતા છે! જ્યાં ભક્તિ છે ત્યાં વિનય છે, જ્યાં વિનય છે ત્યાં આભાર છે, જ્યાં આભાર છે ત્યાં આજ્ઞા છે, જ્યાં આજ્ઞા છે ત્યાં નિર્ભયતા છે, જ્યાં નિર્ભયતા છે ત્યાં આત્માની અજંપરૂપ સ્થિરતા છે. જ્યાં સ્થિરતા છે ત્યાં શૂન્યતા અને શુકૂલતામય સહજ બ્રહ્મસમાધિ છે. જ્યાં બહ્મરસ સમાધિ છે ત્યાં નિજસ્વરૂપ પ્રેરિત આજ્ઞામય સહજાનંદ સહિતની અડોલ દશા છે. પ્રભુ! તમારો આ અલૌકિક માર્ગ મને રોમેરોમમાં, પ્રદેશ પ્રદેશમાં, સર્વ દ્રવ્યથી પરમ આજ્ઞાનો, સર્વ ક્ષેત્રથી પરમ આજ્ઞાનો, સર્વ કાળથી પરમ આજ્ઞાનો, સર્વ ભાવથી પરમ
૯૯