________________
કેવળી પ્રભુનો સાથ
આજ્ઞાનો અને સર્વ ભવથી પરમ આજ્ઞાનો સંચય થાઓ; કે જેથી સર્વ પુદ્ગલાસ્તિકાય, સર્વ ધર્માસ્તિકાય, સર્વ અધર્માસ્તિકાય, સર્વ આકાશાસ્તિકાય અને સર્વ કાળ તથા જીવાસ્તિકાયનો કોઈ પણ સંપર્ક આજ્ઞામાં, આજ્ઞાના તાબામાં રહી આજ્ઞાને વર્ધમાન કરે.”
શ્રી ગણધર પ્રભુ આ પ્રકારના ભાવો એમના ત્રિકરણ યોગ તથા સર્વ અધ્યવસાયથી અનુભવે છે. એમનો પુરુષાર્થ મુખ્યત્વે ગુણગ્રાહીપણાથી પ્રેરિત આજ્ઞાના ચારિત્ર વલણમાં રમતો હોય છે. શ્રી ગણધર પ્રભુને એમનાં હૃદય, પેટ તથા પીઠના ભાગ પાસે શ્રી પંચામૃત પરમેષ્ટિ પરમાણુઓ સતત વહ્યા કરતા હોય છે. એ પંચામૃતથી શ્રી ગણધર પ્રભુમાં એક અપૂર્વ પ્રક્રિયા થાય છે, જેનું ભાન શ્રી પ્રભુ આપણને કૃપા કરી કરાવે છે.
શ્રી ગણધરપ્રભુ પહેલાં ચાર જ્ઞાન વિપુલતાએ ધરાવતા હોય છે. એમાંથી મતિજ્ઞાન તથા મન:પર્યવ જ્ઞાન (જે મતિજ્ઞાનનું વિશુધ્ધ રૂપ છે)નો ઉપયોગ તેઓ પોતાના પુરુષાર્થ માટે કરતા હોય છે. જ્યારે તેઓ પોતાના આરાધ્યદેવ, ગુરુ શ્રી તીર્થંકર પાસે હોય છે ત્યારે તેઓ મુખ્યતાએ મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનનો ઉપયોગ કરે છે. પરંતુ જ્યારે તેઓ લોકસમુદાયને બોધ આપવાનું કાર્ય કરતા હોય છે ત્યારે અવધિજ્ઞાનનો ઉપયોગ કરે છે, અને વ્યક્તિગત માર્ગદર્શન આપતી વખતે તેઓ મન:પર્યવજ્ઞાન વાપરે છે. તેમને પોતાનાં વિવિધ જ્ઞાન તથા ચારિત્રની વિશુદ્ધિ કરવા માટે અન્ય જીવોના જેવો સમય કે અવકાશ મળતો હોતો નથી, કારણ કે આખા ગણ-સમૂહને દોરતા રહેવાના કામમાં તેમનો ઘણોખરો સમય વપરાઈ જતો હોય છે. આવા કલ્યાણકાર્યમાં વ્યસ્ત બનેલા ગણધરનો અંગત પુરુષાર્થ અને પ્રગતિ ક્યાંય પણ મંદતા ન પામે એ માટે શ્રી અરિહંતપ્રભુ પ્રેરિત શ્રી પંચપરમેષ્ટિ ભગવંત એમને અપૂર્વ સાથ આપી પ્રગતિ કરાવે છે. આ પ્રક્રિયા કઈ રીતે થાય છે તેનો ચિતાર શ્રી પ્રભુ આપણને વિસ્તારથી આપે છે.
શ્રી ગણધર પ્રભુને શ્રુતજ્ઞાનની વિશેષતા હોવાથી તેમને વિશેષ શ્રુતિ શ્રી અરિહંત પ્રભુ પાસેથી મળે છે. જ્યારે શ્રી પ્રભુ દેશના આપતા હોય છે, બોધ
૧OO